મેડિકલ કોલેજના 95 વિદ્યાર્થીને ડીટેઈન કરાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-07 16:00:11
  • Views : 86
  • Modified Date : 2023-10-07 16:00:11

ભાવનગર મેડિકલ કોલેજના  95 વિદ્યાર્થીને ડીટેઈન કરવામાં આવ્યા છે. 20 ટકા કરતાં ઓછી હાજરી અને બોન્ડ જમાં નહિ કરાવતા વિદ્યાર્થીઓ ડીટેઈન કરાયા છે. ચાલુ વર્ષના 93 અને ગત વર્ષના 2 મળી 95 વિદ્યાર્થીને ડીટેઈન કરવામાં આવ્યા છે. આગામી 6 માસ સુધી આ વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે.સરકારી મેડિકલ કોલેજના ડીન દ્વારા MBBSના પ્રથમ વર્ષની અંદર અભ્યાસ કરતા 200થી વધારે વિદ્યાર્થીઓ પૈકી જે લોકોની હાજરી અનિયમિત હોય અને જે લોકોએ બોન્ડ ન જમા કરાવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 93 વિદ્યાર્થીઓને ડીટેઇન કરવાનો હૂકમ કરવામાં આવ્યો છે. એક સાથે MBBSના આટલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા અટકાવવામાં આવ્યા હોય તેવી ગુજરાતની આ પ્રથમ ઘટના છે.  પ્રકારના પગલા લેવા પાછળ વિદ્યાર્થીઓ નિયમિત રહે તેવો હોવાનું કોલેજ દ્વારા જણાવાયુ છે. ખાસ કરીને તબીબી અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આ માટે જાગૃત બને અને નિયમિત આવતા થાય તે માટે આ કડક પગલા ભરવામાં આવ્યુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

Download Our B K News Today App



Related News