ધાનેરામાં બિનપ્રમાણિત ખાતરની ૯પ બોરી જપ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-13 11:26:09
  • Views : 420
  • Modified Date : 2020-12-13 11:26:09

ધાનેરા તાલુકામાં ખાતરના વેચાણ કરનાર લોકો ભળતા નામથી બિનપ્રમાણિત ખાતર તેમજ બીયારણ વેચતા હોવાની અગાઉ બુમરાડ ઉઠવા પામી હતી. પરંતુ શુક્રવારે ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા  ધાનેરા ખાતે ખાતર અંગે તપાસ હાથ ધરીને એક વેપારીને ત્યાંથી ૯૫ બોરી બિનપ્રમાણિત ખાતરનો જથ્થો જપ્ત કરીને વિક્રેતા તેમજ ઉત્પાદક પેઢી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે  તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં બીયારણ તેમજ ખાતરમાં મોટા પ્રમાણમાં વેચાણ થાય છે. ખેડૂતો મોટાભાગના અભણ હોવાના કારણે
વેપારીઓ ભારે લૂંટ ચલાવે છે. અને ખેડુતોને ભળતા નામના બીયારણ અને ખાતર ભટકાવી દેતા હોય છે. જેથી ઉતારો ના આવતા ખેડુતોને રાતા પાણીએ રોવાના દિવસો આવે છે. આ બાબતે અનેકવાર ખેતીવાડી વિભાગમાં ખેડૂત અગ્રણીઓ દ્વારા રજુઆત કરવામાં આવેલ. તેમ છતાં કોઇ પગલાં લેવાતા ન હતા. પરંતુ ૨૩ નવેમ્બરના રોજ ખેતીવાડી વિભાગની સ્કવોર્ડમાં સંયુક્ત ખેતી નિયામક મહેસાણા, નાયબ ખેતી નિયામક અરવલ્લી, નાયબ ખેતી નિયામક બનાસકાંઠા, મદદનીશ ખેતી નિયામક મહેસાણા તથા અન્ય અધિકારીની ટીમ દ્વારા ધાનેરામાં ખાતર બાબતે તપાસ હાથ ધરવામાં આવેલ. દરમ્યાન ધાનેરા ગંજ રોડ પર વેપાર કરતા શ્રધ્ધા એગ્રો સેન્ટર ખાતે તપાસ હાથ ધરતાં તેમને ત્યાં ગોડાઉનમાં રાસાણિક ખાતર મિક્સર ઓફ  દ્ગઁદ્ભ જેનું
ઉત્પાદન કરનાર “ક્રોપ્સ સરદા” બ્રાન્ડની છાપવાળુ રાસાણિક ખાતરનો જથ્થો ૫૦ કિલોની ૯૫ બેગ મળી આવતા તેના સેમ્પલ લેવામાં આવેલ. આ સેમ્પલ ખેતીવાડીની ગાંધીનગરની પ્રયોગશાળામાં મોકલવામાં આવતા બિનપ્રમાણિત જાહેર થયેલ અને તેનો રીપોર્ટ આવતા ધાનેરાના ખેતીવાડી અધિકારી એ.જે.રાવલ દ્વારા શ્રધ્ધા એગ્રો સેન્ટરના લાયસન્સ ધારક ઇદ્રીશભાઇ અહેમદભાઇ મેમણ (રહે.ધાનેરા) તથા ઉત્પાદક
પેઢી ક્રોપ્સ ફર્ટીલાઇઝર, વિશાલા એસ્ટેટ, રોયલ હોટલની પાછળ, ઓઢવ અમદાવાદ સામે ધાનેરા
પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા ધાનેરા પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે. જ્યારે ખાતરની ૯પ બોરીઓ જપ્ત કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News