ધાનેરાના વિડ પાંજરાપોળમાં બે મહિનામાં ૯૨૮ પશુઓના મોત

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-13 14:53:29
  • Views : 249
  • Modified Date : 2022-10-13 14:53:29

    ધાનેરામાં ૭૦ વર્ષથી જૈન મહાજન દ્વારા પાંજરાપોળ ચલાવવામાં આવે છે અને તે પાંજરાપોળ ચલાવવા માટે ધાનેરા તાલુકાના વિડ ગામે સરકાર પાસેથી મોટી જમીન  પણ લેવામાં આવેલ છે. પરંતુ આ વખતે બે મહીનામાં ૯૨૮ પશુઓના અચાનક મોત નિપજ્યા હોવાનું બહાર આવતા જૈન શ્રેષ્ઠીઓમાં ભારે આધાતની લાગણી વ્યાપી છે તેમજ આ પશુઓને મારી નાંખવામાં આવ્યા કે બારોબાર વેચી દેવામાં આવ્યા તે બાબતે પાંજરાપોળના ટ્રસ્ટીગણમાં ભારે વિવાદ ઉભો થવા પામ્યો છે તેમજ પ્રમુખના રાજીનામાની પણ માંગ કરવામાં આવી છે. ધાનેરા તાલુકાના વિડ ગામે જૈન મહાજન દ્વારા પાંજરાપોળ ચલાવવામાં આવે છે અને આ પાંજરાપોળ માટે મોટા પ્રમાણમાં જમીન પણ આપવામાં આવેલ છે. હાલમાં આ પાંજરાપોળમાં ૨૨૦૦ જેટલા વિવિધ પશુઓ રાખવામાં આવેલ હતા પરંતુ છેલ્લા બે મહિનામાં લમ્પીના કારણે ધાનેરા તાલુકામાં ૮૦૦૦ થી પણ વધારે ગાયોના મોત થયા છે. ત્યારે આ પાંજરાપોળમાં પણ ૯૨૮ ગાયોના મોત નિપજ્યા હોવાથી આ ઘટનાને લઇને ભારે આઘાતની લાગણી જાેવા મળી છે. પરંતુ આ ૯૨૮ જે પશુઓના મોત થયા તેમાં ૫૦ પશુઓના મોત લમ્પીમાં થયેલા હોવાનું જાણવા મળેલ છે ત્યારે બાકીના પશુઓના મોતને લઇને મોટુ રહસ્ય ઘુંટાઇ રહ્યુ છે. અને સંચાલકો સામે ટ્રસ્ટીઓ દ્વારા પણ ખુલ્લા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે આ પશુઓના મોત કયા કારણોસર થયા કે પછી ક્યાંય વેચી માર્યા તે બાબતે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે ત્યારે એક ટ્રસ્ટીએ તો આ બાબતે પ્રમુખને પોતાનું રાજીનમુ આપી દેતાં સમગ્ર જૈન સમાજમાં આ મામલો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે. આ અંગે જયંતિભાઇ શાહે જણાવેલ કે આ પોજરાપોળમાં વર્ષે દહાડે લાકો રૂપિયાનું અનુદાન આવે છે અને તે સુઓને કોઇ તકલીફ ન પડે તે માટે પુરતી વ્યવસ્થા હોવા છતાં આ પાંજરાપોળમાં આટલા મોટા પ્રમાણામાં પસુઓ કેમ મર્યા નાની નાની ગૌશાળામાં ઘાસચારાની અછત હોવા છતાં પશુઓ જીવી રહ્યા છે. ત્યારે આ પાંજરાપોળમાં જે ૯૨૮ પશુઓના મોતના સમાચાર છે તે ખરેખર તપાસ કરવા જેવુ છે. આ સંચાલકોએ તે પશુઓ કેવી રીતે મર્યા અને તે ક્યાં દાટવામાં આવ્યા તે બાબતે પણ વિગતો આપતા ન હોવાથી ટ્રસ્ટીઓએ રાજીનામા આપવા ની સ્રુઆત કરેલ છે. માટે સ્પે. ટીમ દ્વારા આ પશુઓ કેવી રીતે મર્યા તે બાબતે તપાસ કરવી જરૂરી છે.

Download Our B K News Today App



Related News