ગુજરાતની વધુ એક ગૌરવસિદ્ધિ આદ્યશકિત પીઠ ધામ અંબાજી બન્યું ગુજરાતનું પ્રથમ આઈએસઓ ૯૦૦૧ સર્ટીફિકેટ ધરાવતું યાત્રા તીર્થધામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-24 10:53:33
  • Views : 376
  • Modified Date : 2020-07-24 10:53:33

દેશ-દુનિયાના કરોડો યાત્રાળુઓ માઇભકતોની શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર ઉત્તર ગુજરાતનું આદ્યશકિત પીઠ અંબાજી ધામ ગુજરાતનું સૌ પ્રથમ આઈએસઓ   ૯૦૦૧ ઃ ૨૦૧૫ સર્ટીફિકેટ ધરાવતું
પવિત્ર યાત્રા ધામ બન્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઇ
રૂપાણીએ આ આઈએસઓ  ૯૦૦૧ ઃ ૨૦૧૫ સર્ટીફિકેટ યાત્રાધામ વિકાસ મંત્રી  દિલીપકુમાર ઠાકોર અને  વિભાવરીબહેન દવેની
ઉપસ્થિતીમાં પ્રવાસન-યાત્રાધામ સચિવ  મમતા વર્મા અને આરાસૂરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ, બનાસકાંઠા કલેકટર સંદીપ સાંગલેને ગાંધીનગરમાં અર્પણ કરી આ ગૌરવ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા હતા. આદ્યશકિત પીઠ અંબાજી મંદિરની આ પ્રમાણપત્ર માટે
પસંદગી કરવામાં આવી તેમાં જે મહત્વપૂર્ણ બાબતો આવરી લેવાઇ છે તેમાં સમગ્ર મંદિર
પરિસરના સુઆયોજિત સંચાલન, ગબ્બર પરની સુવિધાઓ તેમજ પ્રસાદ અને અન્ય ખાદ્ય સામગ્રી તેમજ યાત્રી નિવાસ સગવડતાઓના સરળ સંચાલન સાથે જ અંબાજી વિસ્તારમાં ટ્રસ્ટ દ્વારા હાથ ધરાતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલન અને સેવાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.  ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાર્ન્ડડાઇઝેશન આઈએસઓ  એ યુ. કે બેઝડ સંગઠન છે અને જે-તે
સંસ્થા-સંગઠનોને તેની ગુણવત્તાયુકત સેવાઓ,
પર્યાવરણ જાળવણીના ઉપાયો તથા સુરક્ષા-સલામતિની સર્વગ્રાહી બાબતોના મૂલ્યાંકનના આધાર આઈએસઓ  સર્ટીફિકેશન માટેની પસંદગી આ સંસ્થા કરે છે.  ગુજરાતના આ આદ્યશકિત પીઠ અંબાજી મંદિર ટ્રસ્ટે આ આઈએસઓ  ૯૦૦૧ ઃ ૨૦૧૫ સર્ટીફિકેશન માટે યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપકુમાર ઠાકોર અને રાજ્ય મંત્રી  વિભાવરીબહેન દવેના પ્રેરણા માર્ગદર્શનમાં જે રજૂઆત કરી હતી તેની ફલશ્રુતિએ આઈએસઓના માનદંડો પર અંબાજી મંદિર ટ્રસ્ટ સફળ નિવડતાં આ સર્ટીફિકેશન પ્રાપ્ત થયું છે.  આ સર્ટીફિકેટ ૩ વર્ષ માટે માન્ય રહે છે. એટલું જ નહિ, દર વર્ષે સર્વેલન્સ ઓડિટ દ્વારા
જે-તે સુવિધાઓની ગુણવત્તામાં સુધારાની ચકાસણી પણ થતી હોય છે.

Download Our B K News Today App



Related News