ધાનેરાના મગરાવા ગામે ખેતરમાંથી ૯૦ હજારનો દારૂ પકડાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-24 13:26:15
  • Views : 324
  • Modified Date : 2021-06-24 13:26:15

     ધાનેરા તાલુકાના મગરાવા ગામે મંગળવારે સવારથી દારૂ બાબતે ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. પરંતુ મોડી સાંજે આ દારૂ બાબતે જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ દારૂ બાબતે ફરીયાદ નોંધાવા પામે હતી તેમજ ત્રણ આરોપીઓને પણ ધાનેરા પોેલીસ મથકે લવાયા હતા. એલ.સી.બી. પોલીસ દ્વારા ફરીયાદ નોંધાવેલ તે મુજબ એલ.સી.બી.ની ટીમને બાતમી મળેલ કે મગરાવા ગામના ઇસમ તથા જી.આર.ડી.ના માણસ દ્વારા દારૂ મંગાવીને મગરાવા ખાતે એક ખેતરમાં દારૂ ઉતારેલ છે. જેથી એલ.સી.બી.ના લોકોએ મગરાવા ગામના દેવદાનભાઇ જેસુંગભાઇ પટેલ,  જી.આર.ડી.ના જવાન પ્રકાશભાઇ દરજી તથા કપીલ પુનમારામ વિશ્નોઇ (રાજસ્થાન) વાળાને ઉપાડ્યા હતા અને તેમની ઉલટ તપાસ કરતાં તેઓએ મગરાવા ગામના સોમાભાઇ કશનાભાઇ માજીરાણાના ખેતરમાં બાજરીના પાકમાં આ દારૂ સંતાડેલ છે તેવુ જણાવતા પોલીસે સોમાભાઇ માજીરાણાના ખેતરમાં બાજરીના પાકમાંથી ૬૯૮ બોટલ દારૂ કબ્જે કર્યો હતો. જેની કિં.રૂા.૯૦૮૭૨ તથા ત્રણ મોબાઇલ કિં.રૂા.૧૦૫૦૦ કુલ મળી કિં.રૂા.૧,૦૧,૩૭૨ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. દારૂ મોકલનાર કપિલ વિશ્નોઇની ઉલટ તપાસમાં જણાવેલ કે અનિલ ચંદમલ રજક દ્વારા આ દારૂ પીકઅપ ડાલામાં લવાયો હતો અને દારૂ દેવદાનભાઇ તથા વિરભાણભાઇ પટેલે મંગાવ્યો હતો. જેથી  દારૂ મંગાવનાર તથા દારૂ મોકલનાર લોકો સામે ધાનેરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

     આ દારૂ બાબતે મગરાવાથી મળતી માહીતી મુજબ દારૂની ગાડી રાજસ્થાનથી ગુજરાત આવતી હતી ત્યારે લવારા ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા જી.આર.ડી. જવાન પ્રકાશ દરજી તથા દેવદાનભાઇ પટેલે દારૂની ગાડીને રોકાવી હતી અને તેઓએ એલ.સી.બી.પોલીસ તરીકેની ઓળખાણ આપીને ગાડીનો કેસ ન કરવા બાબતે તોડ નક્કી કર્યો હતો અને તે દારૂ પણ એક જગ્યાએ ઉતરાવ્યો હતો અને પાર્ટી પેમેન્ટ લઇને આવે તે પહેલા આ ઘટનાની જાણ લોકલ પોલીસને થતાં તેઓએ આ એલ.સી.બી. ની ટીમને કરી હતી કે તમે  ગાડી પકડી છે કોઇ દારૂની તો તેઓએ ના પાડતા આ સમગ્ર ભાંડો ફુટ્યો હતો અને એલ.સી.બી.ના લોકો ત્યાં પહોંચી આ લોકોને ઝડપી પાડ્યા હતા. આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.

Download Our B K News Today App



Related News