વડાવળ ગામમાં ૩૮૪ શૌચાલયો બનાવાયા, ૧પ ની તપાસ થઈ નવમાં ગેરરીતિ નિકળી વડાવળમાં શૌચાલયમાં ભ્રષ્ટાચાર, નવ પાસેથી નાણાં વસૂલાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-07 10:50:04
  • Views : 346
  • Modified Date : 2021-01-07 10:50:04

ડીસા તાલુકામાં આવેલા વડાવળ ગ્રામ પંચાયત સાથે એલઈડી લાઈટ પછી વધુ શૌચાલય કૌભાંડનો વધુ એક વિવાદ ઉભો થયો છે. જેમાં પંચાયતે સબ સલામતનો રીપોર્ટ આપ્યો અને તપાસ થઈ જેમાં ૧પ માંથી નવ શૌચાલયમાં
ગેરરીતિ બહાર આવી. જેથી ખોટી રીતે લાભ લેનારા નવેય લાભાર્થીઓ પાસેથી નાણાં વસુલવાનો આદેશ થયો છે. જેને લઈને ગામમાં ફફડાટ પ્રસરી ગયો છે.
બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં શૌચાલયો
બનાવવામાં આવ્યા છે. ગામમાં લોકો જાહેરમાં શૌચક્રિયા ના કરે અને સરકારનો હેતુ સિધ્ધ થાય તે માટે લાભાર્થીઓ માટે આ યોજના અમલમાં છે. જે અંતર્ગત ડીસા તાલુકાના વડાવળ ગ્રામ પંચાયત વિસ્તારમાં ૩૮૪ જેટલા શૌચાલયો બનાવવામાં આવ્યા હતા. પરંતુ શૌચાલય
બનાવવામાં ગેરરીતિ આચરાઈ હોવાનું અને ગૌચરમાં શૌચાલય ઉભા કરીને ખોટી રીતે લાભાર્થીઓએ લાભ લીધો હતો. જે અંગે ગામના
અરજદારે પી.એમ પોર્ટલ ઉપર અરજી કરી હતી.
જેમાં ડીસા તાલુકા પંચાયત દ્વારા ટેકનીકલ આસી.અને કલસ્ટર કો.ઓર્ડીનેટર, એસ.બી.એમ. દ્વારા તપાસ કરાઈ હતી. તેમજ ઓફિસના રેકર્ડની ચકાસણી કરાઈ હતી. જેને ર૦૦ પેજનો અહેવાલ ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને મોકલી અપાવ્યો હતો. નવાઈની વાત તો એ છે કે, ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ સરકારના નિયમ મુજબ શૌચાલય બન્યા હોવાનું અને કોઈ ગેરરીતિ થઈ ન હોવાનો તાલુકા પંચાયતને રીપોર્ટ કર્યો હતો. જેમાં વડાવળ ગ્રામ પંચાયતમાં મહિલા સભ્યના પતિ રમેશજી ઉકાજીએ સહી કરી હતી. ત્યારે તેમને અને તેમની માતા માણેકબેન ઉકાજીએ એક જ રેશનકાર્ડ ઉપર શૌચાલયનો લાભ લઈ લીધો હોવાનું ખૂલ્યું છે. જેમાં તેમના સહિત નવ લાભાર્થીઓ પાસેથી વસુલાત કરવાનો આદેશ થતાં ખળભળાટ મચી ગયો છે.

Download Our B K News Today App



Related News