અંબાજી-દાંતા માર્ગ બન્યો લોહિયાળ ૯ ના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-08 11:15:27
  • Views : 504
  • Modified Date : 2019-06-08 11:15:27

શક્તિપીઠ અંબાજીની મુલાકાત લઇ પરત પોતાના ગામ વડગામ તરફ જતી વખતે ત્રિશુળીયા ઘાટી પાસે પીકઅપ ડાલાની બ્રેક ફેલ થઇ જવાથી આ ગાડી અચાનક પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં ૭ લોકોના ઘટનાસ્થળે મોત  થયા હતા. જયારે ૨ લોકોના સારવાર દરમિયાન  મોત  થયા હતા.  મૃતકોમાં ૮ મહિલા અને એક
પુરુષનો સમાવેશ થાય છે.
પોલીસ સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે વડગામ તાલુકાના ભલગામ ભાંખરી ગામના લોકો દાંતા પાસેના સ્થળે  દર્શન કરી અંબાજીની મુલાકાત લઇ પરત પોતાના વતન જતી વખતે ત્રિશુળીયા ઘાટી પાસે પીકઅપ ડાલાની બ્રેક ફેલ થઇ જતા આ ડાલુ હનુમાનજી મંદિર પાસેની દીવાલ સાથે ધડાકા સાથે અથડાઈ ઉંધુ વળી ગયું હતું. જેમાં ૭ લોકોના ઘટનાસ્થળે મોત  થયા હતા. અને ૨ લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. આ ગોઝારા અકસ્માત બાદ ૧૦૮ અને
પોલીસ ઘટના સ્થળે આવી ઘાયલોને દાંતા  સારવાર ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
મૃતકોમાં મહિલાઓ વધારે હતી. સાથે ડાલામાં બાઈક પણ હતું. આ ડાલામાં  હાજર કનુભાઈએ જણાવ્યું હતું કે ૨૨ થી ૨૫ લોકો આ ડાલામાં હતા અને મૃતકોમાં ૮ મહિલાનો સમાવેશ થયો છે. જીજે ૦૮ એ એ ૦૩૪૪ નંબરની સફેદ કલરના જીપ ડાલાના ગોઝારા અકસ્માતથી લોકોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી હતી.
મૃતકોની લાશને દાંતા  પ્રાથમિક સારવાર ખાતે ખસેડવામાં આવ્યા હતા. હજી પણ ૧૨ લોકો ઘાયલ છે. જેમની સારવાર દાંતા ખાતે ચાલી રહી છે.


Download Our B K News Today App



Related News