બનાસકાંઠા જિલ્લામાં વધુ ૯ કેસ કોરોના પોઝીટીવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-04 11:53:13
  • Views : 2227
  • Modified Date : 2020-06-04 11:53:13

સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી ત્રાહિમામ પોકારી ઉઠ્‌યું છે. જેથી ભારતભરમાં
પણ દિવસેને દિવસે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. જેમાં બનાસકાંઠા જિલ્લો પણ કોરોના વાયરસથી બાકાત રહ્યો નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના
પોઝીટીવ કેસનો આંક ૧૨૫ સુધી પહોંચી ગયો છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં ફરી વધુ ૯ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. ત્યારે દિયોદરમાં ૭ કેસ કોરોના પોઝીટીવ નોંધાયા છે, જ્યારે લાખણી અને ડીસા શહેરમાં એક એક કોરોના
પોઝીટીવ કેસ નોંધાયા છે. જેને પગલે બનાસવાસીઓમા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે સાથે જિલ્લાવાસીઓને સાવચેતી રાખવાની જરૂર છે. જિલ્લામાં દિવસેને દિવસે વધી રહેલા કેસોને પગલે આરોગ્ય વિભાગ પણ સતત કાર્યરત છે. જિલ્લામાં અત્યારસુધી કુલ ૧૨૫ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. જ્યારે અત્યારસુધી કુલ ૮૯ લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. સાથે સાથે જિલ્લામાં કોરોનાને લીધે
૫ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સતત લોકોને સાવચેત રહેવા અને સરકારની ગાઈડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક પહેરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે, જેથી વધુમાં વધુ લોકોને કોરોના વાયરસથી સંક્રમિત થતા બચાવી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર અને આરોગ્ય વિભાગ જ નહીં જિલ્લાવાસીઓ પોતે જાતે જ
પોતાના સ્વાસ્થયનું ધ્યાન રાખે તે જરૂરી છે. બાકી જો જનતા દ્વારા અનલોક-૧ માં જાહેરનામા અને સરકારની ગાઈડલાઇનનો અમલ કરવામાં નહીં આવે, સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય તો જિલ્લાનું પરિણામ ભયંકર આવી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News