ગુજરાતની જીવાદોરી નમૅદા ડેમના 9 દરવાજા ખોલાયા!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-08-11 15:37:49
  • Views : 228
  • Modified Date : 2024-08-11 15:37:49

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો થતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. જેના પગલે નર્મદા કાંઠાના ગામોમાં એલર્ટ જાહેર કરાયુ છે.ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો થતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. જેના પગલે નર્મદા કાંઠાના ગામોમાં એલર્ટ જાહેર કરાયુ છે. શિનોર અને કરજણના 23 ગામોને એલર્ટ કરાયા છે. જ્યારે શિનોરના 11 અને કરજણના 13 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા નદી બે કાંઠે વહેતી હોવાથી શિનોર અને કરજણનું વહીવટી તંત્ર એલર્ટ પર જોવા મળ્યો છે. જેના પગલે સરપંચ, તલાટીઓને ગામ નહીં છોડવા સૂચના આપવામાં આવી છે.ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 134. 75 મીટરે પહોંચ્યો છે. પાણીનું રૂલ લેવલ જાળવવા ડેમના 9 દરવાજા ખોલાયા છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 43,332 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 9,644 ક્યુસેક પાણી છોડાયુ છે. નર્મદા ડેમમાંથી કુલ 52,976 ક્યુસેક પાણી છોડાયું છે. ઉપરવાસમાંથી 2.66 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી સુધી ભરાવામાં 4 મીટર જ બાકી છે.

Download Our B K News Today App



Related News