અમદાવાદની કન્યા સરકારી પોલિટેકનિકમાં લેક્ચરર સહિત 9 કર્મીઓ કોરોના સંક્રમિત, 2 મહિલાઓએ વેક્સિન લીધાના 2 દિવસમાં જ પોઝિટિવ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-22 15:37:32
  • Views : 239
  • Modified Date : 2021-03-22 15:37:32

    અમદાવાદ શહેરમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટીની બાજુમાં આવેલી કન્યાઓ માટેની સરકારી પોલિટેકનિક કોલેજમાં કામ કરતા સ્ટાફના સભ્યો અને લેક્ચરર સહિત 9 લોકોને કોરોના પોઝિટિવ આવ્યા છે. એક જ કોલેજમાં 9 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અંદર કામ કરતાં અન્ય લોકોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમાં પણ 2 મહિલાઓને વેક્સિન લીધાના 2 દિવસમાં કોરોના પોઝિટિવ આવ્યા છે.

    ગુજરાત યુનિવર્સિટી પાસેની કન્યા સરકારી પોલિટેકનિક કોલેજમાં ઓફિસ સ્ટાફના કામ કરનાર મહિલાને એક અઠવાડિયા પહેલાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. બાદમાં અન્ય 2 મહિલાને પણ પોઝિટિવ આવ્યો હતો. એમ સ્ટાફના કુલ 6 વ્યક્તિને પોઝિટિવ આવ્યો અને બાદમાં 3 લેક્ચરરને પણ પોઝિટિવ આવ્યો હતો. આ તમામથી ડિમ્પલબેન અને ગીતાબેને કોરોના વેક્સિન લીધી હતી પરંતુ વેક્સિન લીધાના 2 દિવસમાં જ કોરોના પોઝિટિવ આવ્યો હતો. કોલેજમાં 7 મહિલા અને 2 પુરુષને હાલ કોરોના પોઝિટિવ છે.

    છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 451 નવા કેસ અને 300 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 3 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 2,334 પર પહોંચ્યો છે. 20 માર્ચની સાંજથી 21 માર્ચની સાંજ સુધીમાં શહેરમાં 443 અને જિલ્લામાં 8 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 291 અને જિલ્લામાં 9 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 66,894 થયો છે. જ્યારે 63,068 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.અમદાવાદ શહેરમાં 145 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે રવિવારે વધુ 18 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે અને 4 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન દૂર કરાયા છે. ત્યારે 159 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે.


Download Our B K News Today App



Related News