ધાનેરામાં તસ્કરોએ રાત્રીના સમયે ૯ દુકાનોના તાળા તોડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-24 11:41:24
  • Views : 355
  • Modified Date : 2021-03-24 11:41:24

ધાનેરામાં સોમવારની રાત્રીના સમયે તરસ્કરોએ નવ જેટલી દુકાનોને ટાર્ગેટ બનાવીને તાળા તોડ્યા હતા
પરંતુ તેમાંથી માત્ર ત્રણેક
વેપારીઓની દુકાનમાંથી રોકડ રકમ તથા અન્ય વસ્તુઓની ચોરી થઇ હતી. બાકીના લોકોનો સામાન ચોરાયો ન હતો. પરંતુ લોકોમાં પોલીસ સામે ભારે આક્રોસ જાેવા મળ્યો હતો.
ધાનેરામાં પોલીસની ઢીલી નિતી અને નાઇટમાં પુરતુ
પેટ્રોલિંગ ન હોવાથી ચોરીના બનાવો વધી રહ્યા છે. સોમવારની રાત્રીના સમયે તરસ્કરોએ ગંજ બજાર પાસે આવેલ અંબીકા સોપિંગની આઠ તથા નેનાવા ત્રણ રસ્તાની એક દુકાનોને ટાર્ગેટ બનાવી હતી અને તેમના તાળા તોડવામાં આવ્યા હતા. પરંતુ કેટલીક દુકાનો ગોડાઉન અને નાઇની હોવાથી તેમાંથી કોઇ મળી આવ્યુ ન હતું. જ્યારે ત્રણેક વેપારીઓને ત્યાંથી રોકડ તથા સામાન મળીને ૫૦ હજારની ચોરી થઇ હોવાનંુ
વેપારીઓએ જણાવ્યંુ હતંુ. આ ચોરીની ઘટનાની જાણ ધાનેરા પોલીસને કરતાં ધાનેરા પોલીસે આવીને તપાસ હાથ ધરી હતી. અંબીકા શોપિંગના વેપારી રમેશભાઇ હરજીવનભાઇ ઠક્કરે ધાનેરા પોલીસ મથકે તમામ વેપારીઓની એક સાથે ફરીયાદ નોંધાવી હતી. આટલા એક સાથે તાળા ટુટતા
વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે ત્યારે આ વેપારીઓએ
પોેલીસની ઢીલી નિતી અને નાઇટ પેટ્રોલિંગ બાબતે આક્રોસ સાથે જણાવેલ કે પોલીસને માત્ર હાઇવે ઉપર જતા લોકોને હેરાન કરવામાં અને તેમની પાસેથી રોકડી કરવી તેમજ દારૂની ગાડીઓ કઢાવવામાં રસ છે. તેઓ ક્યારેય અમારા શોપિંગમાં રાત્રે દેખા પણ દેતા નથી જેના કારણે આ ચોરો સક્રીય બન્યા છે.

Download Our B K News Today App



Related News