9 દિવસ અગાઉ સુરતની કંપનીમાં વિસ્ફોટ સાથે આગ લાગી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-10 15:34:26
  • Views : 126
  • Modified Date : 2023-12-10 15:34:26

સુરતની સચિન જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં વિસ્ફોટ સાથે આગની ઘટનામાં મૃતકઆંક ચિંતાજનક સ્તર સુધી પહોંચી ગયો છે. દુર્ઘટનામાં ઇજાગ્રસ્તો પૈકી વધુ એક કામદાર મૃત્યુ પામતા મૃતકઆંક 9 સુધી પહોંચ્યો છે.9 દિવસ અગાઉ સુરતના સચિન જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં વિસ્ફોટ સાથે આગ લાગી હતી. વિસ્ફોટ અને ત્યારબાદ લાગેલી આગ એટલઈ વિકરાળ હતી કે 7 કામદારોને શોધતા કલાકોનો સમય લાગ્યો હતો. આ તમામ કમભાગી મૃત્યુ પામ્યા હતા. સારવાર દરમિયાન આ સમયગાળામાં વધુ બે કામદાર અંતિમ શ્વાસ લેતા મૃતકઆંક 9 સુધી પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે 7 મૃતકોની  ઓળખ DNA દ્વારા કરવાની ફરજ પડી હતી.

Download Our B K News Today App



Related News