ડીસામાં બંધ મકાનમાં રૂા.૯.૩૨ લાખની ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-06 12:13:47
  • Views : 347
  • Modified Date : 2021-01-06 12:13:47

ડીસા શહેરની પ્રિતમનગર સોસાયટીમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી
પડેલ કબાટમાંથી સોનાના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા ૯.૩૨ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ડીસા શહેરના આંબલી કુવા શોપિંગ સેન્ટરમાં સહેનાજ બ્યુટી પાર્લર ધરાવતા અને ડીસા-પાટણ હાઇવે પર આવેલી પ્રિતમ નગર સોસાયટીમાં રહેતાં સરોજબેન રવિકુમાર ઠક્કર શુક્રવારે સાંજે પોતાના પતિ રવિકુમાર અને સાસુ મંજુબેન ઠકકર સાથે પોતાના વતન રાધનપુર ખાતે ગયા હતાં. જાે કે, રવિવારે બપોર બાદ તેઓ ડીસા આવી પોતાના બ્યૂટી
પાર્લરમાં સીસીટીવી કેમેરા રીપેર કરાવી સાંજના સવા સાત વાગ્યાના સુમારે ઘરે
પહોંચ્યા હતા. જે દરમ્યાન ઓસરીમાં આવેલ લોખંડની જાળી ખુલ્લી જાેઇ કંઇક અજુગતું બન્યું હોઇ મકાનમાં તપાસ કરતાં મુખ્ય દરવાજાનું સેન્ટ્રલ લોક ન તુટતા તસ્કરોએ રસોડાની બારીના સળીયા તોડી મકાનમાં પ્રવેશ કરી રૂમમાં પડેલ કબાટમાંથી માલસામાન વેરવિખેર કરી સોનાના દાગીના રૂા. ૮.૯૪ લાખ અને રોકડ રકમ રૂા. ૩૮ હજારની ચોરી કરી
પલાયન થઇ ગયા હતા.  આ અંગે મકાન માલિક સરોજબેન ઠકકરે ચોરી અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોધી વધુ તપાસ પીઆઇ બી.વી.પટેલ ચલાવી રહ્યાં છે.

Download Our B K News Today App



Related News