પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું દિવાળીએ રાત્રે ૮ થી ૧૦ સુધી જ ફટાકડા ફોડી શકાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-09 12:01:37
  • Views : 651
  • Modified Date : 2020-11-09 12:01:37

દિવાળીના તહેવારને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે પ્રમાણે દિવાળીના તહેવારોમાં રાત્રે ૮થી ૧૦ સુધી જ ફટાકડા ફોડી શકાશે. જ્યારે ફટાકડાના ઓનલાઈન વેચાણ અને મોટો અવાજ કરતા
ફટાકડાઓ ફોડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શહેરના ઈન્ચાર્જ પોલીસ કમિશનરે ગુજરાત સરકારના ગૃહવિભાગના ૮-૧૧-૧૯૮૨નાં નોટિફિકેશન તથા ગુજરાત પોલીસ અધિનિયમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટ વિસ્તારમાં ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ફોડવા અંગે કેટલાક નિયમોનું ચૂસ્તપણ પાલન કરવા જણાવ્યું છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના ભંગ કરનારા સામે આઈપીસીની કલમ ૧૮૮ અને અન્ય કાનુની જોગવાઈઓ સહિત ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવશે. હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના કોઈપણ અધિકારીઓને કાર્યવાહી કરવા માટે સત્તાઓ આપવામાં આવી છે. જણાવી દઈએ કે, ડૉક્ટરોના મતે ફટાકડાનો ધુમાડો માત્ર કોરોનાના દર્દીઓ માટે જ નહીં પરંતુ સાજા થયેલા લોકો માટે
પણ જોખમી સાબિત થઈ શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે, કોરોનાના સંક્રમણની સીધી અસ૨ ફેફસાં પ૨ થાય છે, એટલે ફેફસાં પ્રમાણમાં નબળા પડયા હોવાથી ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવામાં વધુ મુશ્કેલી થઈ શકે છે. જેને લઈને ફટાકડા ના ફોડવાની માંગણીઓ પણ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News