ગુજરાતમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ સંખ્યા ૮૮

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-03 14:03:09
  • Views : 459
  • Modified Date : 2020-04-03 14:03:09

ગુજરાતમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ  સંખ્યા ૮૮

ગુજરાતમાં કોરોના વાયરસનો ભરડો ખતરનાક રીતે વધી રહ્યો છે. હવે ખાસ કરીને અમદાવાદ શહેર સહિત રાજયભરમાં લોકલ ટ્રાન્સમીશન એટલે કે, સ્થાનિક નાગરિકો દ્વારા જ કોરોના વાયરસનાચેપ અને ફેલાવાની દહેશત વધી ગઇ છે.  ગુજરાતમાં કોરોનાના કેસો ઉપર આંશિક બ્રેક મુકવામાં ચોક્કસપણે સફળતા મળી છે. કારણ કે, ગુજરાતમાં કોરોનાના નવા કેસો નોંધાયા નથી. ગુજરાતમાં કોરોનાના કેસોમાં માત્ર એક કેસનો વધારો થયો છે. બીજી બાજુ આજે વડોદરામાં ૫૨ વર્ષીય પુરુષનું એસએસજી હોÂસ્પટલમાં મોત થયું હતું. આની સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો વધીને ૭ થયા છે. કોરોના વાયરસને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્યના તબીબો અને પેરામેડિકલ સ્ટાફને વેÂન્ટલેટર કેરની તાલીમ આપવા માટે તૈયારી કરાઈ છે. ૭૩૮ આરોગ્ય કર્મીઓને તાલીમ આપવામાં આવી રહી છે. કોરોના વાયરસની પ્રવર્તમાન પરિÂસ્થતિને ધ્યાનમાં લઇને ૧૪મી એપ્રિલ સુધી સમગ્ર દેશમાં લોકડાઉનની Âસ્થતિ છે. લોકડાઉનની Âસ્થતિમાં કોઇને પણ તકલીફ ન પડે તે માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં હાલની પરિÂસ્થતિ કે જેમાં લોકલ ટ્રાન્સમિશન જાવા મળી રહ્યું છે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે સઘન કામગીરી હાથ ધરી છે. મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. વેÂન્ટલેટર સહિતના અદ્યતન સાધનોની સુવિધા સાથે આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. આયોજનના ભાગરુપે અમદાવાદમાં ૧૨૦૦ બેડ, વડોદરા, રાજકોટ અને સુરતમાં ૨૫૦ બેડ સાથે તથા અન્ય જિલ્લામાં ૧૦૦ બેડની હોÂસ્પટલો ઉભી કરવામાં આવનાર છે. રાજ્ય સરકારે રાજ્યમાં કુલ ૪૬૫૦ બેડની સુવિધા વધારવાનો નિર્ણય કર્યો છે જે માત્ર કોરોના દર્દીઓ માટે જ ઉપયોગ કરાશે. રાજ્યમાં હજુ કુલ લેબોરેટરી ટેસ્ટ ૧૮૩૬ કરવામાં આવ્યા છે જે પૈકી ૧૬૯૩થી વધુના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. નવ કેસ પેન્ડિંગ રહેલા છે. ભાવનગરમાં એક પોઝિટિવ કેસ આજે આવ્યો છે. ૨૭ વર્ષીય યુવક કોરોના પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ખુદ રાજય સરકારના મતે, આગામી ચારથી પાંચ દિવસ કોરોનાની પરિÂસ્થતિને લઇ બહુ જ મહત્વના છે.


Download Our B K News Today App



Related News