81 વર્ષના ભૂતપૂર્વ IAS અધિકારીને 5 વર્ષની જેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-07 14:12:51
  • Views : 567
  • Modified Date : 2019-09-07 14:12:51

તેત્રીસ વર્ષ જૂના એક આર્મ્સ કેસમાં હાલ 81 વર્ષના એવા એક ભૂતપૂર્વ IAS અધિકારીને સીબીઆઇ કોર્ટે પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી.છેક 1987માં એસ એસ અહલુવાલિયા નામના આ અધિકારીને ત્યાં બેહિસાબી સંપત્તિની તપાસ કરતાં સીબીઆઇને પાંચ ગેરકાયદે હથિયારો મળ્યાં હતાં. અહલુવાલિયા એ હથિયારો બાબત કોઇ પ્રતીતિજનક ખુલાસો આપી શક્યા નહોતા. આ અધિકારી નાગભૂમિમાં ચીફ સેક્રેટરીની જવાબદારી પણ સંભાળી ચૂક્યા હતા.સીબીઆઇએ એમની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગેરકાયદે હથિયારો રાખવાનો કેસ દાખલ કર્યો હતો. પહેલી ચાર્જશીટ 1992માં રજૂ કરાઇ હતી. હવે 18 વર્ષ બાદ સીબીઆઇ કોર્ટે તેમને ગુનેગાર ઠરાવીને પાંચ વર્ષની જેલ તથા દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમની પાસેથી મળેલાં શસ્ત્રોમાં પોઇન્ટ થર્ટી એઇટ બોર રાયફલ, 74 જીવંત કારતૂસ, 32 કારતૂસ સહિતની પિસ્તોલ, પોઇન્ટ 275 બોરની રાયફલ, એક કાર્બાઇન અને પોઇન્ટ 22ની વધુ એક રાયફલ મળી હતી. આટલાં બધાં જીવલેણ હથિયારો રાખવાનું વાજબી કારણ કે લાયસન્સ તેમની પાસે નહોતાં.આ અધિકારી 1975-76 દરમિયાન કોહિમામાં ડેપ્યુટી કમિશનર હતા, 1979થી 84 સુધી ગૃહ મંત્ર્યાલયમાં ડાયરેક્ટર હતા, અને ત્યાર બાદ તેમને નાગભૂમિના ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા.2010માં જ્યારે તેમની સામેના તહોમતનામાને રજૂ કરાયું ત્યારે એ નાગભૂમિમાં શ્રમ અને કામગાર ખાતાના સચિવ હતા. કોઇ નિવૃત્ત IAS અધિકારીને આ રીતે 33 વર્ષ બાદ સજા થઇ હોવાનો આ કદાચ પહેલો કિસ્સો હતો. 

Download Our B K News Today App



Related News