રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટિવ, પ્રિયંકા ગાંધી આઇસોલેશનમાં , તમામ ચૂંટણી સભાઓ રદ્દ કરવામાં આવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-02 14:55:11
  • Views : 277
  • Modified Date : 2021-04-02 14:55:11

    કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટિવ થયા છે. આ કારણે પ્રિયંકા ગાંધીએ પોતાનો આસામ પ્રવાસ રદ્દ કર્યો છે. આ બાબતે પ્રિયંકાએ જણાવ્યુ હતું કે, 'હાલમાં જ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવ્યા બાદ મારે મારો આસામ પ્રવાસ રદ્દ કરવો પડ્યો છે, મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વધુમાં જણાવ્યુ છે કે, 'ડોકટરોની સલાહ પર, હું આગામી કેટલાક દિવસ સુધી આઇસોલેશનમાં રહીશ. આ માટે હું આપ સૌની માફી માંગુ છું, હું કોંગ્રેસની જીત માટે પ્રાર્થના કરું છું. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી વાડ્રા આજે આસામમાં ચૂંટણી પ્રચારકરવા માટે જવાના હતા.

    ​​​​​​​દેશમાં કોરોનાને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ગુરુવારે 81,398 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, 50,384 દર્દી સ્વસ્થ થયા અને 468 લોકોનાં મોત નીપજ્યાં. આ રીતે એક્ટિવ કેસ, એટલે કે સારવાર હેઠળ છે તેવા દર્દીઓની સંખ્યામાં એક જ દિવસમાં 30,543નો વધારો થયો છે.

    ગુરુવારે નવા કેસની સંખ્યા 1 ઓક્ટોબર બાદ સૌથી વધુ હતી. ત્યારે 81,785 કેસ આવ્યા હતા. મૃત્યુઆંક પણ 450ને પાર કરી ગયો. આના એક દિવસ પહેલાં 458 લોકોનાં મોત નીપજ્યાં હતાં.દેશમાં અત્યારસુધીમાં લગભગ 1.23 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. લગભગ 1.15 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.63 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. હવે એક્ટિવ કેસ વધીને 6.10 લાખ થઈ ગયા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

  • 1. રશિયન કોરોના વેક્સિન સ્પુતનિક-વીને ભારતમાં ઈમર્જન્સી ઉપયોગ માટે વધુ સમય રાહ જોવી પડશે. ગુરુવારે સબજેક્ટ એક્સપર્ટ કમિટી (SEC)ની બેઠકમાં ડોકટર રેડ્ડી પાસે વધુ ડેટાની માગ કરવામાં આવી હતી. ડો.રેડ્ડીઝે ભારતમાં તેની બે તબક્કાની ટ્રાયલ પૂર્ણ કરી ચૂક્યું છે. કંપની હાલમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ પર કામ કરી રહી છે.
  • 2. અભિનેતા રણબીર કપૂર બાદ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ કોરોના પોઝિટિવ થઈ છે. માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકર, આમિર ખાન, કાર્તિક આર્યન, વિક્રાંત મેસી, મનોજ બાજપેયી, બપ્પી લહરી, તારા સુતરિયા બાદ બિગ બોસ ફેમ એક્ટ્રેસ મોનાલિસાનાં નામ કોરોના સંક્રમિત સેલિબ્રિટીમાં સામેલ થઈ ગયાં છે.
  • 3. કોરોના સંક્રમણના વધતા જતા કેસોને જોતાં રેલવેએ અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસને 2 એપ્રિલથી 2 મે સુધી રદ કરી દીધી છે.
  • 4. દેશમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે એપ્રિલમાં દરરોજ વેક્સિનેશન કરવા માટે સૂચના આપી છે. કેન્દ્રએ રાજ્યોને કહ્યું છે કે સરકારી રજાના દિવસે પણ સરકારી અને ખાનગી કેન્દ્રો પર લોકોને વેક્સિન આપવાની વ્યવસ્થા કરવામાં આવે.

Download Our B K News Today App



Related News