ગાંધીનગર જિલ્લા આયોજન મંડળ દ્વારા ૩૯૯ વિકાસ કામો માટે ૮૦૯ લાખનું આયોજન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-17 11:47:44
  • Views : 365
  • Modified Date : 2020-06-17 11:47:44

ગાંધીનગર જિલ્લા આયોજન મંડળની બેઠક આજે જિલ્લા પ્રભારી મંત્રી અને મહેસૂલ મંત્રી કૌશિકભાઇ
પટેલના અધ્યક્ષ સ્થાને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઇ હતી. મંત્રીએ સ્વર્ણિમ સંકુલ ખાતેથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાની પાંચ વિવિધ કચેરીઓમાં ઉપસ્થિત સર્વે અધિકારી-પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં આયોજન મંડળના કામોમાં પીવાનું પાણી, શિક્ષણ અને આરોગ્યના કામોની પ્રાયોરીટીની સાથે સાથે સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા અને સ્થળ મુલાકાત લઇ ગુણવતા સંબંધિત સધન ચકાસણી કરવા અધિકારીઓને સુચના આપી હતી અને લોક પ્રતિનિધિઓની અનુરોઘ કર્યો હતો. તેમજ આગામી બેઠક દરમ્યાન સૌ પ્રથમ મોટા પાંચ
પૂર્ણ થયેલ કામો અંગે સર્ટીફિકેટ રજુ કરે તેવી સુચના આપી હતી તેમજ કામો બેવડાય નહીં તેની તકેદારી રાખવા માટે જણાવ્યું હતું.   તેમણે શાળાના ઓરડામાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર અને ટેક્નોલોજીની સુવિધા શિક્ષકો અને બાળકોને ઉપલબ્ઘ કરાવવાના કાર્યોનો પણ સમાવેશ કરવા જણાવી તેમણે આયોજનના કામો પ્રગતિમાં છે, તેવો અહેવાલ આવે છે, તેના બદલે કામોનું સ્ટેટસ આપવું સૂચના આપી હતી. આ બેઠકમાં મંત્રીએ ઉપસ્થિત ધારાસભ્યો, સસંદ સભ્યો અને
પદાધિકારીઓ પાસે દર્શાવેલ કામો અંગેના અભિપ્રાય અને સૂચનો માગ્યા હતા.
મહેસાણા સંસદસભ્ય શારદાબેન પટેલે પ્રાથમિક શિક્ષણના ઓરડાની ઘટને દયાને લઇ તે બાબતે આયોજનમાં વધુ રકમની જોગવાઇ કરવી જોઇએ તેમ જણાવ્યું હતું. પ્રભારી સચિવ સંજીવકુમારે શિક્ષણ, આરોગ્ય અને આંગણવાડી ક્ષેત્રના કામોને આયોજનમાં પ્રાધાન્યતા અપાય તે જોવા ભારપૂર્વક જણાવ્યુ હતું. તેમજ અધ્યક્ષના સૂચનો મુજબની કામગીરી થાય તે માટે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સુચનાઓ આપી હતી. જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં દરેક ગામો માટે તૈયાર કરવામાં આવતી વિલેજ પ્રોફાઇલને આધારે ગેપ એનાલીસીસ કરી આયોજનના કામો લેવામાં આવે છે.જે અન્વયે આંગણવાડીના ૧૦૦ લાખ તેમજ પ્રાથમિક શિક્ષણને લગતા ૮૮ લાખના કામો સુચવવામાં આવ્યા છે.
આયોજન મંડળની બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે તાલુકા, નગરપાલિકા તથા જિલ્લા કક્ષા તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનુ (ખાસ પ્લાન) રૂ. ૮૦૯ લાખનુ ૩૯૯ કામોનુ આયોજન મંજુર કરવામાં આવ્યુ. કુલ ૩૯૯ કામો પૈકી પ્રાથમિક શિક્ષણ માટે રૂ. ૧૪૧ લાખ, પેવર બ્લોકના ૧૨૦લાખ, ગટરલાઇનના ૧૦૮ લાખના, આંતરિક ગ્રામ્ય રસ્તાના ૧૩૯ લાખના, ભુમિ સંરક્ષણના ૭૧લાખ, પાણી
પુરવઠાના ૯૮લાખ, વિજળીકરણના ૧૫ લાખના કામો મંજુર કરવામાં આવ્યા છે.
જિલ્લા આયોજન અધિકારી એન.જી.પટેલ દ્વારા આયોજનની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંગુબેન ચૌધરી, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય સુરેશભાઇ પટેલ, દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, પ્રભારી સચિવ સંજીવ ગુપ્તા, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ર્ડા. રતનકંવર ગઢવીચારણ, જિલ્લા વિકાસ અધિકારી શાલિની દુહાન, તાલુકા પંચાયત પ્રમુખ તથા નગર પાલિકાના પ્રમુખ તેમજ સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગના સંયુક્ત સચિવ જે.જે.પટેલ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Download Our B K News Today App



Related News