ટાકરવાડા ખાતે આવેલ રામનગરના તળાવમાં ડુબી જવાથી ૮ વર્ષના બાળકનુ કરુણ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-18 18:24:21
  • Views : 768
  • Modified Date : 2020-06-18 18:24:21

બનાસકાંઠા માં રોજબરોજ અપમૃત્યુ ના બનાવો માં, વધારો જોવા મળી રહ્યો છે અકસ્માત, આત્મહત્યા ના બનાવો નુ પ્રમાણ વધી રહ્યુ છે ત્યારે પાલનપુર તાલુકા ના ટાકરવાડા ખાતે આવેલ રામનગર વિસ્તારમાં આવેલા તળાવમાં બુધવાર સાંજ ના સમયે દેવીપુજક સમાજ ના વિનોદભાઈ મીણાભાઈ પટણી નો દિકરો શુભમ અને અન્ય બે બાળકો બકરા ચરાવવા માટે તળાવ નજીક ગયા હતા અને તળાવ માં પાણી ભરેલુ હોઈ નહાવા પડતાં શુભમ નુ ડુબી ગયેલ જેથી દેવીપુજક સમાજ ના લોકો તેમજ ગામલોકો સ્થળ ઉપર જઈ શુભમ ની શોધખોળ હાથ ધરી હતી અને ગઢ પોલીસ ને જાણ કરતાં ગઢ પીએસઆઈ એસ. એ. ચૌધરી તત્કાલીન સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓ ને બાલાવીને શુભમ ની શોધખોળ હાથ ધરી પરંતુ અંધારુ થઈ જતાં શુભમ નો કોઈ પતો ના લાગતા આજે  સવારે સ્થાનિક તરવૈયાઓ અને ની હાજરીની મદદ લઈ ને શોધખોળ કરતાં પાણીમાંથી શુભમ નો મૃતદેહ મળી આવ્યો હતો અને કુમળા બાળક નો મૃતદેહ જોઈ ને તેના પરિવારજનો ભારે આક્રંદ કરી મુકયુ હતુ અને સમગ્ર વાતાવરણ ગમગીન થઈ જવા પામ્યુ હતુ ફુલ જેવા દિકરા ને મૃતહાલતમાં જોઈ ને તેની માતાના  ભારે રોકકળ કરતા દ્રશ્યો કાળજુ કંપાવી દે તેવુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. અને ગઢ પોલીસ દ્રારા સરપંચપતિ રઘજીભાઈ તેમજ પુર્વ સરપંચ નાનજીભાઈઅને તલાટીએમ. એમ. કણેર ની હાજરીમાં જરુરી કાર્યવાહી કરી મૃતકના પિતા દ્રારા મૃતક ની લાશ નુ પીએમ કરાવવાની ના પાડતાં પોલીસ દ્રારા જરુરી કાર્યવાહી કરી ને મૃતક શુભમ ના મૃતદેહ ને તેના વાલીવારસો ને સોંપવામાં આવ્યો હતો. 

Download Our B K News Today App



Related News