ડીસાની પિંક સોસાયટીમાં ઝેરી પદાર્થ ખાતા 8 સ્વાનોના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-28 11:47:15
  • Views : 385
  • Modified Date : 2022-07-28 11:47:15


ડીસાની પિંક સોસાયટીમાં ઝેરી પદાર્થ ખાતા 8 સ્વાનોના મોત


 


ડીસાની પિક સોસાયટીમાં આજે કરુણ ઘટના સામે આવી છે.જેમાં આજે વહેલી સવારથી બપોરના સમય દરમ્યાન કોઈ રસ્તા પર પડેલી વસ્તુ ખાવાથી 8 જેટલા સ્વાનો બેભાન થઈ ગયા હતા અને જોત જોતામાં આ વિસ્તારમાં એક સાથે 8 જેટલા સ્વાનોના મોત નિપજ્યા હતા.કઈ વસ્તુ ખાવાથી આ સ્વાનોના મોત થયા છે તે જાણી શકાયું નથી.પરંતુ પિંક સોસાયટીમાં એક સાથે 8 સ્વાનોના મોતથી જીવદયાપ્રેમીઓમાં દુઃખ પ્રસરી ગયું હતું.આ ઘટના બનતા પિંક સાસાયટીમાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.અને આ અંગેની જાણ સ્થાનિક લોકોને કરાતા આ તમામ સ્વાનોની દફનવિધિ કરવામાં આવી હતી. ડીસા તાલુકામાં એક તરફ લંપી વાયરસ ના કારણે અનેક ગાયો મોતના મુખમાં જઈ રહી છે તો બીજી તરફ આજે ડીસા શહેરના રાણપુર રોડ પર આવેલ પિન્ક સોસાયટીમાં એક સાથે આઠ જેટલા સ્વાનોના મોતથી સ્થાનિક લોકોમાં પણ દુઃખ જોવા મળ્યો હતો હાલ તો આ સ્વાનોના મોત કયા કારણોસર થયા છે તે રહસ્ય અકબંધ છે.


Download Our B K News Today App



Related News