ડીસા,લાખણી અને અમીરગઢના 156 ગામોના 8 લાખ લોકોને પાણીનો લાભ મળશે: મુખ્યમંત્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-24 11:24:34
  • Views : 265
  • Modified Date : 2022-06-24 11:24:34

 

આખોલમાં રૂ. 559 કરોડના ખર્ચે બની રહેલી પાણી પુરવઠા યોજનાની CMએ મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડીસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરી

ડીસાના આખોલ ખાતે પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂપિયા 559.57 કરોડના ખર્ચે બની રહેલી જુથ પાણી પુરવઠા યોજનાની ગુરૂવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ડીસા સ્પોર્ટસ ક્લબ અને ડીસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ સ્પોર્ટસ કલબ અને ડીસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આખોલ ખાતે પાણી પુરવઠા વિભાગની 50 એમ.એલ.ડી. જળ શુદ્ધિકરણ પ્લાન્ટની સાઈટની મુલાકાત કરી અધિકારીઓ પાસેથી યોજનાની વિગતો જાણી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રૂ.559.57 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલ જુથ પાણી પુરવઠા યોજના મુખ્ય હેડ વર્કસથી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના 51 ગામો, લાખણી તાલુકાના 37 ગામો અને અમીરગઢ તાલુકાના 68 ગામો મળી કુલ 156 ગામોના 8 લાખ લોકોને પીવાના પાણીની સુવિધાનો લાભ મળશે. ભૂપેન્દ્રભાઇ પટેલએ આખોલ હેડ વર્કસના શ્રમજીવી મહિલાઓ અને પુરુષ કામદારો સાથે ફોટો પડાવી તેમની કોમન મેન (સી.એમ) હોવાની છબી ઉજાગર કરી હતી.

મુખ્યમંત્રીએ ડીસા સ્પોર્ટસ ક્લબની મુલાકાત લઇ રમત-ગમતની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરી ખેલાડીઓ સાથે બેડમિન્ટન રમવાનો આનંદ માણ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રીએ ડીસા સીવીલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ માતૃશક્તિ પોષણ કીટનું વિતરણ કર્યું હતું. ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યા,પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર, એપીએમસી ચેરમેન માવજીભાઈ દેસાઈ,કલેક્ટર આનંદ પટેલ,પોલીસવડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે સહિત પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

 

Download Our B K News Today App



Related News