થરાદ તાલુકાના બુઢનપુર ખેડૂતે બાગાયતી ખેતીમાં વાર્ષિક આઠ લાખની આવક ઊભી કરે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-08 11:49:12
  • Views : 490
  • Modified Date : 2021-01-08 11:49:12

થરાદ તાલુકા વિસ્તારમાં ઘણા એવા લોકો લોકો એવા ઘણા એવા ગામો છે. જેમાં ખેડૂતો પોતાની ખેતીમાં બાગાયતી ખેતી તરફ વળ્યા છે. જેમાં થરાદ તાલુકાના બુઢનપુર ગામના અણદાભાઇ પટેલ પણ બાગાયતી ખેતી તરફ વળ્યા છે. અને તેઓએ થરાદ ખાતે નરેન્દ્રભાઇ મોદીનો કૃષિરથ આવ્યો ત્યારે તેમાથી પ્રેરણા લઈને બાગાયતી ખેતી તરફ વળ્યા છે. અને તે બાગાયતી ખેતીમાં આજે તેમના ચાલીશ એકરમાં દાડમ, જામફળ, ખારેક,
પપૈયું, એપલબોર જેવા અનેક બાગાયતી પેદાશો  કરી છે. જ્યારે અત્યારે જામફળ-બોરની સીઝન ચાલતી હોવાથી અત્યારે બાગાયતી ખેતીમાં જામફળના પાંચસો રોપા અને એપલ બોરના ૮૦૦ રોપા કરી પોતે બજારમાં માલ મુકી વાર્ષિક સાતથી આઠ લાખની સારી એવી આવક મેળવી રહ્યા છે. જેમાં જિલ્લા કલેકટર અને બાગાયતી જિલ્લા અધિકારીઓ પણ મુલાકાત લીધી હતી. અણદાભાઈને  પ્રોત્સાહન આપ્યું હતું. તેમજ આજે જાેઈએ તો જામફળના ફળના વાર્ષિક ચારથી પાંચ લાખ
રૂપિયા આવે છે. તેમજ એપલબોરના પણ ત્રણથી ચાર લાખ રૂપિયા આવે છે.  અણદાભાઈએ જણાવ્યું હતું કે, અમારા તમામ પરિવાર ૧૫ નો પરિવાર ખેતીમાં મહેનત કરે છે. તેમજ બીજા અમે ૧૫ પરિવારોને અમે રોજીરોટી પુરી પાડે છે. બારે મહિના  ખેતીમાં રાખેલ છે. આ વર્ષે જામફળના ફળ છે તે જામફળ હોલસેલ માર્કેટમાં ૫૦ રૂપિયા અને રિટર્ન ૬૦ રૂપિએ વેચીએ છીએ. જેમાં એવી સારી આવક મેળવી છે. તેમજ અણદાભાઈને
તાજેતરમાં રાજય કક્ષાનો એવોર્ડ મળ્યો છે. તેમજ અણદાભાઈ ખેતી કરી થરાદ તાલુકાના અન્ય ખેડૂતોને એક પ્રેરણા પૂરી પાડે છે.

Download Our B K News Today App



Related News