તમિલનાડુના કાંચીપુરમ જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 8ના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-23 10:53:14
  • Views : 154
  • Modified Date : 2023-03-23 10:53:14

તામિલનાડુના કાંચીપુરમ જિલ્લામાં બુધવારે એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. આગમાં આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ૧૫ જેટલા લોકો દાઝી ગયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો છે. હાલ તો આગ પર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફટાકડાની ફેક્ટરી કાંચીપુરમથી લગભગ 8 કિમી દૂર વઝાથોત્તમમાં આવેલી છે. ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે ફટાકડા ઉત્પાદન એકમ પાસે માન્ય લાઇસન્સ છે. બીજી તરફ કાંચીપુરમ જિલ્લા પોલીસ ફાયર બ્રિગેડની સાથે ઘટના સ્થળે સ્થાનિક રહેવાસીઓ સાથે ઘાયલ લોકોને બચાવવામાં લાગી છે.

Download Our B K News Today App



Related News