ડીસા ડેપો મેનેજરની કડક કાર્યવાહી દુકાનોનું ભાડું ન ભરતા ૮ દુકાનો સીલ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-02 12:14:05
  • Views : 754
  • Modified Date : 2020-11-02 12:14:05

બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉન બાદ ડીસા નવા બસ  સ્ટેશનના દુકાનદારો દ્વારા દુકાનોનું ભાડું ન ભરતા આખરે  ડીસા ડેપો મેનેજરે ૮ દુકાનો શીલ કરી હતી. દિવાળીના તહેવારોમાં દુકાનો શીલ કરતા વેપારીઓને નુકશાન થવા પામ્યું છે.
ડીસા ડેપોએ ઉત્તર ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું ડેપો માનવામાં આવે છે. જેમાં અંદાજીત ૨૦ થી પણ વધુ દુકાનો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા ભાડા
પેટે દુકાનદારો સાથે કરાર કરી આપવામાં આવી છે. પરંતુ કોરોના વાયરસની મહામારીના કારણે બસ સેવા બંધ થતા તમામ વ્યવહારો બંધ થયા હતા. જેમાં વેપારીઓ દ્વારા પોતાની દુકાન બંધ હોવાના કારણે ભાડું ભરી શક્યા ન હતા.  દુકાનદારોને ૨ મહિનાનું ભાડું ચડી ગયું હતું. જેના કારણે દુકાનદારોને રાહત મળી રહે તે માટે હાઈકોર્ટમાં
પીટીશન દાખલ કરી હતી.
 પરંતુ જે બાદ લોકડાઉન ખુલતાની સાથે જ ડીસા ડેપો દ્વારા તમામ દુકાનોનું ભાડું ચાલુ કરી દીધું હતું. જે બાદ ૫ મહિના સુધી ડીસા ડેપોના દુકાનદારોએ પોતાની દુકાનોનું ભાડું ન ચૂકવતા  ડીસા ડેપો મેનેજર દ્વારા તમામ ૮ દુકાનો સીલ કરવામાં આવી હતી. અને જ્યાં સુધી ભાડું ન ભરવામાં આવે ત્યાં સુધી દુકાનો ન ખોલવાના આદેશ આપ્યા હતા. દિવાળીના તહેવારોમાં દુકાનો સીલ કરતા
 વેપારીઓને નુકશાન થવા પામ્યું છે.

Download Our B K News Today App



Related News