ગુજરાતમાં સીઝનનો 79 ટકા વરસાદ વરસી ગયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-01 15:30:34
  • Views : 107
  • Modified Date : 2023-08-01 15:30:34

ગુજરાતમાં ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યુ છે. કેટલાક વિસ્તારોમાં માત્ર વરસાદી ઝાપટા નોંધાઇ રહ્યા છે. જો કે વરસાદની આ સિઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં 79 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં  સૌથી વધુ આ સિઝનમાં 136 ટકા વરસાદ પડ્યો છે. તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 109 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 69 ટકા વરસાદ ખાબક્યો છે.મહત્વનું છે કે રાજ્યમાં 5 દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે આગામી 5 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ રહેશે. મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.

Download Our B K News Today App



Related News