ડીસામાં એલસીબી પોલીસે કારમાંથી રૂ.૭૭ હજારનો દારૂ ઝડપ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-13 11:57:03
  • Views : 1894
  • Modified Date : 2020-12-13 11:57:03

ડીસા શહેરના જલારામ મંદિર નજીકથી શુક્રવારે મોડી સાંજે એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલી સ્વીફટ કાર સાથે બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
 પાલનપુર એલસીબી  પોલીસના હે.કો. મહેશભાઇ ચૌધરી, પો.કો. નરેશભાઇ, દિનેશભાઇ, પ્રકાશભાઇ અને રાજેશકુમાર સહિત સ્ટાફના માણસો શુક્રવારે સાંજે ડીસા શહેરના જલારામ મંદિર પાસે વાહન ચેકિંગમાં હતાં. જે દરમ્યાન આખોલ તરફથી આવી રહેલ GJ-06-DB-૧૫૦૯ નંબરની લાલ કલરની સ્વીફટ કારમાં વિદેશી દારૂ આવતો હોવાની ખાનગી રાહે બાતમી મળી હતી. આથી પોલીસે વોચ ગોઠવતા બાતમી મુજબની કારને રોકાવી તપાસ કરતા
રૂપિયા ૭૭ હજારની કિંમતની ૧૫૪ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આથી એલસીબી પોલીસે કાર ચાલક કૈલાશકુમાર શંકરલાલ બોધુરામ કુમાવત (હીરનોદા, મરોઠીયા ધાણી, તા. ફુલેરા, જી. જયપુર, રાજસ્થાન) અને દિપક મુલચંદ નાનુરામ કુપાવત (રહે,
કાજીપુરા, ભુરોદીયાની ધાણી, તા. ફુલેરા, જી.
જયપુર, રાજસ્થાન) ને દારૂ, મોબાઇલ તેમજ કાર મળી
રૂપિયા ૨,૩૭,૭૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News