રાજ્યના 6 જિલ્લાનાં ગામોમાં જળસ્તર ઊંચું લાવવા 741.23 કરોડ ખર્ચાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-06 11:00:41
  • Views : 294
  • Modified Date : 2022-03-06 11:00:41

રાજ્યના પેટાળમાં 739663.58 કરોડ લિટર પાણી સમાયેલું છે, સૌથી ઓછું 611.05 કરોડ લિટર પાણી પાટણ જ્યારે સૌથી વધુ 86042.67 કરોડ લિટર પાણી સુરતના પેટાળમાં છે. રાજ્યના 56 તાલુકા એવા છે કે, જેના ભૂગર્ભજળની સ્થિતિ સૌથી ખરાબ છે. જેમાં 5 તાલુકા કટોકટી, 13 તાલુકા મધ્યમ કટોકટી, 25 તાલુકા પાણીનો વધુ પડતો વપરાશ અને 13 તાલુકાના પેટાળમાં ખારું પાણી છે.

કેન્દ્ર સરકાર દ્વારા 741.23 કરોડના ખર્ચે અટલ ભૂજલ યોજના હેઠળ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર અને કચ્છ જિલ્લાના 36 તાલુકાના 2252 ગામનું ભૂગર્ભ જળસ્તર ઊંચુ લવાશે. યોજનાના પ્રથમ તબક્કે 2252 ગામોનો સરવે શરૂ કરાયો છે.

 કયા જિલ્લામાં કેટલું ભૂગર્ભ જળ

જિલ્લોભૂગર્ભ જળ
અમદાવાદ14527.39
અમરેલી45969.04
આણંદ35455.75
અરવલ્લી26582.93
બનાસકાંઠા11310.77
ભરૂચ32579.11
ભાવનગર29617.87
બોટાદ12825.8
છોટા ઉદેપુર17027.47
દાહોદ20020.5
ડાંગ7021.77
દ્વારકા9858.42
ગાંધીનગર0
સોમનાથ16652.61
જામનગર26775.88
જૂનાગઢ34628.52
કચ્છ13896.67
ખેડા33177.03
મહેસાણા900.7
મહિસાગર21086.45
મોરબી21193.49
નર્મદા19020.22
નવસારી36211.93
પંચમહાલ24660.59
પાટણ611.05
પોરબંદર5413.36
રાજકોટ51777.66
સાબરકાંઠા24752.79
સુરત86042.67
સુરેન્દ્રનગર26968.04
તાપી23641.66
વડોદરા41215.16
વલસાડ26223.54
કુલઃ 739663.58

Download Our B K News Today App



Related News