ડીસા તાલુકાના કુચાવાડા ગામે આવેલ સ્મશાનની ભૂમિ પર 700 વૃક્ષનું વાવેતર કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-26 12:53:35
  • Views : 217
  • Modified Date : 2022-07-26 12:53:35

ડીસા તાલુકાના કુચાવાડા ગામે આવેલ સ્મશાનની ભૂમિ પર 700 વૃક્ષનું વાવેતર કરાયું

 

સમગ્ર વિશ્વમાં આજે સૌથી મોટી સમસ્યા હોય તો તે જંગલોનો વિનાશ છે આજે જે પ્રમાણે સમગ્ર વિશ્વમાં સ્ટ્રક્ચરનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે તેને લઈ રોજેરોજ અસંખ્ય જંગલોમાં વૃક્ષો કપાઈ રહ્યા છે આજે લોકો ન જેવા પૈસા કમાવા માટે પણ રોજે રોજ મોટા પ્રમાણમાં વૃક્ષો કાપી વેચાણ કરી રહ્યા છે તો આ તરફ હવે ગ્રામીણ વિસ્તારમાં પણ લોકો પોતાની લોખંડની વાડો બનાવવા માટે વૃક્ષો નીકાળી રહ્યા છે. આજે જ્યાં વર્ષો પહેલા મોટા ઘટાદાર જંગલો આવેલા હતા ત્યાં જંગલોનો વિનાશ થઈ રહ્યો છે અને તેની જગ્યાએ મોટી મોટી ઇમારતો બની રહી છે.જેને કારણે અનેક સમસ્યાઓ ઉદભવી રહી છે. ત્યારે ફરી એકવાર ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વૃક્ષોનું વાવેતર વધે અને જિલ્લો હરિયાળો બને તે હેતુથી ડીસાના યુવાનોએ અનોખી પહેલ શરૂ કરી છે ડીસાના સમર્પણ ગ્રુપના 100થી પણ વધુ યુવકો આજે બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં વૃક્ષારોપણ કરી તેનું જતન કરી રહ્યા છે. જે અંતર્ગત આજે ડીસા તાલુકાના કુચાવાડા ગામે આવેલ સ્મશાન ભૂમિ ખાતે 700 જેટલા વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષોનો વિકાસ થાય તે માટે ટ્રીપ એરીગેશન સિસ્ટમ પણ ફીટ કરવામાં આવી હતી ખાસ કરીને ખાતે આવતા લોકોને બેસવા માટે યોગ્ય વ્યવસ્થા મળી રહે તે માટે આ યુવકો દ્વારા 700 જેટલા વૃક્ષો વાવી તમામ વૃક્ષોને ઉછેરવાની જવાબદારી આ યુવકોએ ઉઠાવી હતી. આજે યોજાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં દિશાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈ આનંદભાઈ ચૌધરી, ડોક્ટર રાજાભાઈ, ડોક્ટર રમેશભાઈ, શાંતિભાઈ, દિનેશભાઈ, ભગુભાઈ તેમજ કુચાવાડા ગામના સરપંચ જીવણભાઈ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહી વૃક્ષારોપણના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Download Our B K News Today App



Related News