દિયોદર પંથકમાં ૭૦૦ થી વધુ શિક્ષકોનું અપડાઉન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-25 11:20:52
  • Views : 1239
  • Modified Date : 2019-07-25 11:20:52

સમગ્ર રાજ્યમાં અને કેન્દ્રની સરકારો ગ્રામ્ય અને શહેરમાં કેવી રીતે શિક્ષણનું સ્તર ઊંચુ આવે એ માટે કરોડોનું આંધણ કરીને શિક્ષણ વ્યવસ્થામાં અમુલ પરિવર્તન તરફ આગળ વધી રહી છે ત્યાં ક્યાંક તાલુકાના ટીપીઓની પ્રોટોકોલ  મુજબ કાર્ય ન કરીને માત્ર ખુરશી સંભાળવી અને
પોતે પણ બેધડક અપડાઉન થકી તાલુકા મથકોએ ઈચ્છનીય સમય મુજબ આવવાની રીતે અપડાઉનો ના ખુલો દોર
આપતા હોય તેવું સ્પષ્ટપણે દિયોદર તાલુકામાં જોવા મળી રહ્યું છે.
દિયોદર તાલુકાના ઘણાંખરા ગામોના શિક્ષકો લાંબા અંતરે એટલે કે મહેસાણા, કડી, વિસનગર, વિજાપુર, ખેરાલુ, સિધ્ધપુર, પાલનપુર, પાટણ, રાધનપુર, સહિતના ૨૦૦ કિમીથી પણ વધુ અંતરેથી બિન્દાસ્ત શાળાએ આવે છે.
ઉપલા અધિકારીઓની રહેમ નજર સ્પષ્ટપણે દેખાય છે અને કેમ ન હોય કારણ કે દિયોદર તાલુકા શિક્ષણ અધિકારી અશ્વિનભાઈ પટેલ પોતાની પ્રાઇવેટ ગાડી ડીસાથી દિયોદર લઈને આવી અપડાઉન કરતા હોય તો શિક્ષકો તેઓના આદેશને કઈ રીતે માને એ યક્ષ પશ્ન છે.
ત્યારે ટૂંક સમય પૂર્વે દિયોદર તાલુકાના રૈયા ગામે શિક્ષકોના અપડાઉન મુદ્દે વાલીઓએ  તાલુકાના શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરીને જણાવ્યું કે અમારા રૈયા ગામમાં ફરજ બજાવતા શિક્ષકો અપડાઉન કરે છે. જે આપણા
પરિપત્ર બાદ અપડાઉન
બંધ કરવાનું કહેતા જણાવેલ કે આવા પરિપત્ર અમારો કોઈજ ફેર ન પાડી શકે જ્યાં જવું હોયત્યાં જાઓ અપડાઉન ચાલુ રહે શે તેવા ઉદ્ધતાપૂર્વકના જવાબ તેમજ અપડાઉન કરતા શિક્ષકોએ ખોટી ભાડા ચિઠ્ઠીઓ આપેલી જેની પણ ખરાઈ કરી ઘટતું કરવા રૈયાના જાગૃત નાગરિકે લેખિતમાં અરજી કરી હોવા છતાં દિયોદર ટીપીઓ આંખે પાટા હોય તેમ બેધડક,બેખોફ અપડાઉન  શિક્ષકો સહિત દિયોદર ટીપીઓ કરી રહ્યા છે. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી,તેમજ બનાસકાંઠા જિલ્લા સમહારતા યોગ્ય દિશામાં તપાસ કરીને શિક્ષકોના અપડાઉનના કારણે શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ રહી છે તેને દુરસ્ત કરે તે જરૂરી છે.

Download Our B K News Today App



Related News