થરાદ તાલુકામાં ૭૦.૯૮ % મતદાન થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-24 06:12:28
  • Views : 450
  • Modified Date : 2019-04-24 06:12:28

થરાદ તાલુકામાં આ વખતે ૨૦૧૪ની ચૂંટણી કરતાં વધુ મતદાન થયું હતું. લોકોએ મોદીના નારા સાથે મતદાન કર્યુ હતું. કોંગ્રેસના ધારાસભ્યના ઉમેદવાર માવજીભાઈ પટેલે મતદાન કર્યું હતું. તો માંગરોળના વતની અને આફ્રિકામાં રહેનાર યુવકે પણ મતદાન વતનમાં આવી કર્યું હતું. આ ઉપરાંત થરાદ તાલુકાના ગામો જેવા કે લોરવાડા, આજાવાડા તેમજ જમડામાં વયોવૃધ્ધ  તેમનો કિંમતી તેમજ પવિત્ર મત (વોટ) આપી તેમનો મતદાનનો અધિકાર પૂર્ણ કર્યો હતો. લોરવાડાના  સજુબેન દરખાભાઇએ (ઉ.વ. ૧૦૩) મતદાન મથક પર આવીને મતદાન કર્યુ હતું.  જમડાના ૧૦૩ વર્ષના સજુબેન રતાભાઇ કુંભારએ જમડા મતદાન મથક પર મતદાન કર્યુ હતું અને આજાવાડાના મુસ્લિમ મહિલા  હિરાબેન મુસલા જેઓ  ૯૦ વર્ષના છે અને છેલ્લા ૭૦ વર્ષથી મતદાન કરે છે તેઓ ઘરેથી મતદાન મથક પર આજે પણ પોતાની રીતે ચાલી મતદાન કરવા આવેલ. વૃધ્ધો દ્વારા જણાવ્યું હતું કે ૯૦ થી  ૧૦૦ વર્ષ આ વયે પણ સરળતાથી હરીફરી શકે છે. તેઓએ આજદીન સુધી યોજાયેલી ગ્રામ પંચાયતથી લઈ વિધાનસભા, લોકસભાની તમામ ચૂંટણીઓમાં અચૂક મતદાન કર્યુ છે. તેઓએ જિલ્લાના તમામ વયના મતદારોને મતદાન કરવા માટે આહ્‌વાન કર્યુ છે. સાથે જ કહ્યુ છે કે, અમે વૃધ્ધ હોવા છતાં પણ  મતદાન કરવા આવ્યા છીએ.  તો તમે બધા મતદાન અચૂક કરો. ગ્રામજનોને પણ તેઓએ મતદાન કરવાની સલાહ આપી હતી.


Download Our B K News Today App



Related News