ગ્રામ્ય મતદારોએ શહેરીજનોને શરમાવ્યા, ગાંધીનગર જિલ્લા પંચાયતમાં બમ્પર ૭૦.૧ ટકા મતદાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-01 11:34:58
  • Views : 341
  • Modified Date : 2021-03-01 11:34:58

તાજેતરમાં યોજાયેલ છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૫૦ ટકા કરતાં પણ ઓછું મતદાન નોંધાયું હતું. જ્યારે આજે રવિવારે યોજાયેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદારોએ
ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. સામાન્ય બનાવને બાદ કરતાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ગાંધીનગર જિલ્લામાં મતદાન થયું હતું. ગાંધીનગર જિલ્લા
પંચાયતની બેઠકો માટે ૭૦.૧ ટકા બમ્પર મતદાન થયું હતું. ત્યારે ચોક્કસ કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારના મતદારોએ શહેરીજનોને મતદાન કરી શરમમાં નાખ્યાં છે.
ગાંધીનગર જિલ્લા
પંચાયતની ૨૮ બેઠકો, કલોલ તાલુકા પંચાયતની ૨૬, માણસા તાલુકા પંચાયતની ૨૬ અને દહેગામ તાલુકા પંચાયતની ૨૮ બેઠકોની સાથે સાથે કલોલ તથા દહેગામ નગરપાલિકા અને માણસા નગરપાલિકાની બે બેઠકો માટે આજે મતદાન યોજાઇ હતું.  લોકશાહીના આધારસ્તંભ એવા મતદારોમાં ઉત્સાહ વધતો હતો. મતદારોના કોરોનાથી સંક્રમિત ન થાય તેની ખાસ તકેદારી પણ રાખવામાં આવી હતી. મતદાન મથકોમાં મતદાન માટે આવતા સર્વે મતદારોને હાથ સેનિટાઇઝેર કરવામાં આવતા હતા. તેની સાથે સાથે થર્મોમીટરગન વડે મતદારોના શરીરનું તાપમાન માપવામાં આવતું હતું.  તેમજ તેમને હાથમાં પહેરવા માટે ખાસ પ્લાસ્ટિકની કોથળીના હેન્ડ મોજા આપવામાં આવતા હતા. તમામ મતદારોએ
પોતાના પવિત્ર મતદાનનો ઉપયોગ સોશ્યિલ ડિસ્ટન્સીંગને જાળવીને કરતા હતા.
જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં સામાન્ય દિવસ કરતા થોડીક ગરમી વધુ હોવા છતાં
પણ મતદારો ઉત્સાહ સાથે લોકશાહીના મહાપર્વમાં  સહભાગી બનાવા માટે  પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સવાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં બપોરના સમયએ મતદાન કરવાની હરોળ લાગી હોય તેવું લાગી રહ્યું હતું.  કલોલ નગરપાલિકામાં ૫૯.૩ ટકા, દહેગામ નગરપાલિકામાં ૬૯.૧ ટકા અને માણસા નગરપાલિકામાં ૫૧.૧૧ ટકા જેટલું મતદાન થયું હતું. જયારે જિલ્લા પંચાયતની સીટો માટે ૭૦.૧ ટકા મતદાન અને  કલોલ તાલુકા પંચાયતની બેઠકમાં ૭૨.૨૭ ટકા, માણસા તાલુકા પંચાયતમાં ૬૮.૭૧ ટકા અને દહેગામ તાલુકા
પંચાયતમાં ૭૧.૭૯ ટકા મતદાન થયું હતું.

Download Our B K News Today App



Related News