સુરત શહેરના કાપોદ્રામાં ગ્રાઉન્ડ ફલોર અને પહેલા માળે લીફ્ટમાં રાજપુત પરિવારના 4 બાળકો સહિત 7 લોકો ફસાઈ જતા દોડધામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-28 12:42:33
  • Views : 224
  • Modified Date : 2024-03-28 12:42:33

સુરત : ઊંચી બિલ્ડિંગોમાં લિફ્ટ સુવિધા માટે હોયછે પણ કલયારેક તે મુસીબત પણ બની જતી હોય છે. સુરત શહેરના કાપોદ્રામાં ગ્રાઉન્ડ ફલોર અને પહેલા માળે લીફ્ટમાં રાજપુત પરિવારના ચાર  બાળકો સહિત સાત લોકો ફસાઈ જતા દોડધામ મચી હતી. લિફ્ટ અટકી જતાં ફાયર બ્રિગેડના લાશ્કરોએ દરવાજો તોડીને પરિવારના સભ્યોને લિફ્ટની બહાર કાઢયા હતા.કાપોદ્રા પોલીસ મથક નજીક આવેલા કેશવ શ્રુષ્ટિ એપાર્ટમેન્ટમાં ઘટના બની હતી.લિફ્ટ અચાનક ખોટકાઈ જતા એકજ પરિવારના સાત સભ્યો ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડને ઘટના અંગે જાણ કરવામાં આવતા કાપોદ્રા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

Download Our B K News Today App



Related News