ગાંધી આશ્રમમાં મોદીની 7 મિનિટ, ક્રિમ ઝભ્ભો અને ખાદીના ખેસ પહેરી બાપુને પુષ્પાંજલિ અર્પી, પ્રતિમાને સુતરની આંટી પહેરાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-12 15:08:00
  • Views : 284
  • Modified Date : 2021-03-12 15:08:00

    ભારતની આઝાદીના 75મા વર્ષે ગાંધી આશ્રમ ખાતે આઝાદી ના અમૃત મહોત્સવ ઉજવણીમાં વડાપ્રધાન મોદી ભાગ લેવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે. વડાપ્રધાને ક્રિમ કલરનો ઝભ્ભો અને ખાદીના ખેસ પહેલી ગાંધી આશ્રમ આવ્યા હતા. જ્યાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ત્યારબાદ 7 મિનિટ સુધી આશ્રમમાં રોકાયા હતા. જ્યાં હ્રદયકુંજમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. તેમજ વિઝિટર બુકમાં સંદેશ લખી સભા સ્થળે પહોંચ્યા હતા.

    દોઢ પાનામાં લખાયેલા શબ્દાંજલિ દ્વારા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સાબરમતી આશ્રમમાં આવીને પૂજ્ય બાપુની પ્રેરણાથી રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ વધુ મજબૂત થાય છે. અહીંના પવિત્ર વાતાવરણ, અહીંની સ્મૃતિઓને યાદ કરીને તપ અને ત્યાગની ભાવના વધી જાય છે. સાબરમતી આશ્રમથી ગાંધીજીએ આત્મનિર્ભરતા અને આત્મસન્માનનો સંદેશ આપ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભ માટે, પ્રેરણા માટે, આ પાવન ધરતી પર ફરી આવીને હું ધન્યતા અનુભવી રહ્યો છું."​​​​​​​

    પ્રધાનમત્રી આગળ લખે છે, "આઝાદીનો અમૃત મહોત્સવ, ભારતના સ્વતંત્રતા સંગ્રામને કૃતજ્ઞ દેશવાસીઓ દ્વારા અપાઈ રહેલી કાર્યાંજલિ છે. આ મહોત્સવ દરમિયાન દેશ પોતાની સ્વતંત્રતાના આંદોલનના દરેક પડાવ, દરેક મહત્વપૂર્ણ ક્ષણને તો યાદ કરશે જ, સાથે ભવિષ્ય નિર્માણ માટે નવી ઉર્જા સાથે આગળ પણ વધશે. મને વિશ્વાસ છે કે પૂજ્ય બાપુના આશીર્વાદથી, અમે ભારતવાસી, પોતાના કર્તવ્યોનું પાલન કરતા, અમૃત મહોત્સવના ઉદ્દેશ્યોને અવશ્ય સિદ્ધ કરીશું."​​​​​​​

    અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનના સ્વાગત માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને સી.આર.પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અમૃતસરમાં આશ્રમના સેક્રેટરી અમૃત મોદીના ખભા પર હાથ મૂકીને પીએમએ વાતચીત પણ કરી હતી. આશ્રમમાં 7 મિનિટ રોકાયા બાદ વડાપ્રધાન સભા સ્થળે પહોંચ્યા હતા. જ્યાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી કલાકારો ઉપસ્થિતિ રહ્યા હતા અને. અનેક સાંસ્કૃતિ કાર્યક્રમો થયા છે. જેમા બોલિવુડના સિંગર તેમજ એક્ટર્સે પણ ભાગ લીધો હતો.

    સાબરમતી ગાંધીઆશ્રમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દાંડીયાત્રાનું ફ્લેગ ઓફ કરી અને શુભારંભ કરાવ્યો હતો. યાત્રા ગાંધીઆશ્રમથી દાંડીપુલ, વાડજ સર્કલથી ગુજરાત વિદ્યાપીઠ પહોંચી હતી, જ્યાં યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. દાંડીયાત્રાનો ગુજરાત વિદ્યાપીઠ ખાતે યાત્રાનો પહેલો પડાવ હતો. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. જ્યાંથી પદયાત્રા આગળ વધી અને પાલડી કોચરબ આશ્રમ ખાતે બપોરે પહોંચી હતી. બપોરે ભોજન અને આરામ બાદ યાત્રા આગળ પાલડી NID થઈ બહેરામપુરા, દાણીલીમડા, નારોલ, અસલાલી થઇ આગળ વધશે.

    દાંડીયાત્રામાં જોડાનાર મધ્યપ્રદેશના આશરે 30થી વધુ પદયાત્રીઓ અભયઘાટ પહોંચી ગયા છે. પીએમના કાર્યક્રમમાં પર્ફોર્મ કરવા તમિલનાડુથી એક ગ્રૂપ આવ્યું હતું.અભયઘાટ ખાતે અમદાવાદ શહેર અને જિલ્લા અને તાલુકામાંથી સભામાં ભાગ લેવા લોકો પહોંચી ગયાં હતાં. VVIP અને ગાંધીવાદીઓ માટે અલગ અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના માટે ખાસ ડોમ બનાવવામાં આવ્યા હતાં.


Download Our B K News Today App



Related News