પાટણ જિલ્લા પંચાયત ખાતે આર્થિક ગણતરી એન્યુમરેટર્સનો તાલીમ કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-13 12:06:06
  • Views : 435
  • Modified Date : 2019-06-13 12:06:06

ભારત સરકાર દ્વારા ૭મી આર્થિક ગણતરી આગામી માસથી હાથ ધરવામાં આવનાર છે.  જે અંતર્ગત જિલ્લા પંચાયતના સ્વર્ણિમ હાલ જિલ્લાના આર્થિક ગણતરી એન્યુમરેટર્સની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. મિનિસ્ટ્રી આૅફ સ્ટેટીકસ એન્ડ પ્લાનિંગ ઈમ્પલીમેન્ટેશનના કોમન સર્વિસ સેન્ટર દ્વારા આ આર્થિક ગણતરી હાથ ધરવામાં આવશે. આ સાતમી આર્થિક ગણતરીને લઈને જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ડીસ્ટ્રીકટ લેવલની કમિટિની રચના પણ કરવામાં આવી છે. આર્થિક ગણતરીમાં પ્રથમ વખત મોબાઈલ ઍપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવનાર છે. ત્યારે સી.એસ.સી.ના મેનેજર દ્વારા ગણતરી કરનાર ઓપરેટર્સને સુપરવાઈઝ કરવા નિમાયેલા વી.એલ.ઈ. ને આ અંગે તાલીમ આપવામાં આવી હતી. જેમાં ગણતરી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા આંકડા અધિકારી બી.એન.રાવલ, એન.આઈ.સી ના ડી.આઈ.ઓ જે.બી.સોની, એન.એસ.એસ.ઓ.ના આંકડા અધિકારી અનુજ ચતુર્વેદી તથા સી.એસ.સી.ના વી.એલ.ઈ.મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.



Download Our B K News Today App



Related News