રાધનપુર પોલીસની હદમાંથી ૭ જુગારીયા ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-19 12:04:02
  • Views : 487
  • Modified Date : 2019-08-19 12:04:02

રાધનપુરના અરજણસર ગામની સીમમાં જુગાર રમતા સાત ઇસમોને પાટણ એલ.સી.બી. ની ટીમે મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. ત્યારે પોતાના મદમાં ફરતા રાધનપુર પી.આઇ. અને તેમની ટીમ ઉઘતી જોવા મળી હતી. એલ.સી.બી. દ્વારા જો વધુ
તપાસ થાય તો હજુ પણ મોટા પ્રમાણમાં જુગારધામો ઝડપાય તેમ છે તેવુ લોકો જાહેરમાં જણાવી રહ્યા છે.
પાટણ પોલીસવડા શોભા ભુતડાએ શ્રાવણીયા જુગાર લગત વધુમાં વધુ જુગારના કેશો કરવા સુચના કરેલ અને તેમાં
પણ રાધનપુરમાં જુગાર બાબતે રજુઆતો હોવાથી ઈન્ચ.પો.ઇન્સ. વાય.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ પાટણ એલ.સી.બી. ટીમના માણસો રાધનપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે અરજણસર ગામની સીમમાં રહેતા ઠાકોર સરતાનભાઇ ઉર્ફે સતાભાઈ હેમચંદભાઇનાઓ પોતાના કબજા ભોગવટાના ખેતરમાં આવેલ રહેણાક મકાનની બાજુમાં ઢાળીયું બનાવેલ હોઇ અને તે ઢાળીયાની ઓથમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પાટણ એલ.સી.બી.ની ટીમ જણાવેલ જગ્યામાં પંચો સાથે જુગાર અંગે રેઇડ કરતાં જુગાર રમતા ઇસમો મળી આવ્યા હતા અને આ ઇસમો પોતાના અંગત ફાયદા માટે ગંજી પાના તથા પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રમાડતા કુલ રોકડ રકમ રૂ.૧૧૩૨૦ તથા ગંજી પાનાના મુદ્દામાલ સાથે (૧) ઠાકોર સરતાનભાઈ ઉર્ફે સતાભાઇ હેમચંદભાઇ રહે. અરજણસર ગામની સીમ તા.રાધનપુર, (૨) ઠાકોર પેથાભાઇ લવજીભાઇ રહે. અરજણસર તા.રાધનપુર જી.પાટણ, (૩) ઠાકોર દિનાભાઇ શંકરભાઇ રહે. અરજણસર તા.રાધનપુર જી.પાટણ, (૪) ઠાકોર ચંદનભાઇ સતાભાઇ રહે.અરજણસર ગામની સીમ તા.રાધનપુર, (૫) ગૌસ્વામી હરેશકુમાર ધનપુરી રહે. અરજણસર તા.રાધનપુર, (૬) રાવળ બાબુભાઇ વેરશીભાઇ  રહે. અરજણસર તા.રાધનપુર, (૭) રાવળ લગધીરભાઇ પુનાભાઇ રહે.અરજણસર તા.રાધનપુરને જુગાર રમતા પકડી પાડેલ અને આ તમામ ઇસમો વિરૂધ્ધમાં જુગાર ધારા મુજબનો ગુન્હો રાધનપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલ.

Download Our B K News Today App



Related News