પ્રોહિબિશનના આરોપીને હેરાનગતિ નહી કરવાની લાંચ માંગનારા થરાદના એએસઆઈ રૂ.૭ હજારની લાંચમાં ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-30 11:16:36
  • Views : 356
  • Modified Date : 2021-01-30 11:16:36

બનાસકાંઠા જિલ્લામાં લાંચિયા અધિકારીઓ સામે એસીબી દ્વારા કાર્યવાહી થઈ રહી છે. ત્યાં જ થરાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. એ
પ્રોહિબિશનના દાખલ થયેલા ગુનામાં અટક કરેલા આરોપીને હેરાનગતિ નહીં કરવા માટે થરાદ પોલીસ સ્ટેશનના એ. એસ.આઈએ રૂ. સાત હજારની લાંચ માંગી હતી. જેને એસીબીની ટીમે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યમાં એસીબી વિભાગ દ્વારા લાંચિયા અને ઝડપી જેલ ભેગા કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની એસીબીની ટીમે વધુ એક એએસઆઇને શુક્રવારે લાંચ માંગતા ઝડપી લીધો છે.
થરાદ પોલીસ લાઈનમાં શુક્રવારે વહેલી સવારે
પાલનપુર એસીબીના અધિકારીઓએ એક ટ્રેપ ગોઠવી હતી. અને તે ટ્રેપ સફળ પણ થઈ હતી. જેમાં ટ્રેપ કરાવનાર એક જાગૃત નાગરિકે તેમના સંબંધી ઉપર પ્રોહિબીશનનો ગુનો દાખલ થયેલ જે ગુનાના કામે આરોપીને અટક કરી હેરાનગતિ  નહીં કરવાના
રૂ. ૭૦૦૦/-  થરાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. વિજયકુમાર કરસનભાઈ જાદવે  માંગેલ. જે નાણાં ફરિયાદી આપવા માંગતા ના હોય ફરીયાદીએ પાલનપુર એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના પગલે એસીબીના અધિકારીઓએ પોલીસ લાઈનમાં જ લાંચનું  છટકું ગોઠવ્યું હતું. જેમાં એ.એસ.આઈ. ફરીયાદી પાસેથી રૂ.૭,૦૦૦/- ની લાંચ સ્વીકારતા જ એસીબી
પાલનપુરના  અધિકારીઓ જેમાં ટ્રેપિગ અધિકારી એન. એ. ચૌધરી  ટિમ સહિત તૂટી પડ્યા હતા. અને  રંગે હાથે  એએસઆઈ વિજયભાઈને પકડી લીધા હતા. તેમજ તેમનો મોબાઈલ અને  લાંચની રકમ કબજે લઈને થરાદ પોલીસ સ્ટેશનમાં લઈ જઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News