બનાસકાંઠામાં કોરોના વાયરસ સામે જંગ જીતનાર વધુ ૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-13 11:33:00
  • Views : 1746
  • Modified Date : 2020-05-13 11:33:00

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે પોઝીટીવ કેસોનો કુલ આંક ૮૪ પર પહોંચ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં જંગ જીતનાર વધુ ૭ દર્દીઓને રજા આપવામાં આવી છે. લોકડાઉનથી આજદિન સુધીમાં કોરોના સંક્રમિત ૩૬ દર્દીઓના રિપોર્ટ નેગિટીવ આવતા તેમને ઘરે જવા માટે રજા આપવામાં આવી છે. બનાસકાંઠામાં બનાસ મેડીકલ કોલેજ સંચાલિત પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે તૈયાર કરેલ કોવિડ હોસ્પિટલમાં આ દર્દીઓને સારવાર દરમિયાન દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં કોરોના સંક્રમિત ૭ દર્દીઓનો સારવાર દરમ્યાન  રિપોર્ટ નેગિટીવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ત્યારે પાલનપુરના સિવિલ સર્જન ડોક્ટર ભરત મિસ્ત્રી અને અધિકક્ષ સુનિલ જોષી અને ડોક્ટર અને નર્સ દ્વારા દર્દીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને તાળીઓના ગડગડાટ સાથે તેમને વિદાય આપવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News