મુખ્ય બુટલેગર સહિત 7ની ધરપકડ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-17 08:52:01
  • Views : 124
  • Modified Date : 2024-01-17 08:52:01

ગાંધીનગરના દહેગામમાં થયેલા દારુકાંડ મામલામાં પોલીસે દેશી દારૂનું વેચાણ કરતા 7 બુટલેગરોને પકડ્યા છે. પોલીસે ઝડપેલા બુટલેગરોને સેન્ટ્રલ જેલમાં ધકેલ્યા છે. પોલીસે ઝડપેલા આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.જે પછી કોર્ટે તમામ આરોપીઓને સેન્ટ્રલ જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે.ઘટના બન્યા બાદ LCBએ મુખ્ય બુટલેગર પ્રતાપસિંહની ધરપકડ કરી હતી. તમામ લોકોએ તેના ત્યાં જ દારૂ પીધો હતો તેવી જાણકારી મળતા LCBએ તેને દબોચી લીધો હતો. જે પછી આરોપી પ્રતાપસિંહની સાથે અન્ય પ્રોહીબિશન ગુનાના 6 આરોપીઓની પણ ધરપકડ કરી છે. પ્રતાપસિંહ આખાય કેસનો મુખ્ય બુટલેગર છે. જિલ્લામાં અન્ય બુટલેગર્સ પણ તેની પાસેથી જ દારૂ લે છે તેવી માહિતી પણ સામે આવી રહી છે.ગાંધીનગરના દહેગામ તાલુકાના લિહોડા ગામમાં નશાનો ઓવરડોઝ કરતાં બે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.ઉત્તરાયણની સાંજે 7 લોકોએ દેશી દારૂ પીધો હતો.દારૂનો ઓવરડોઝ થતા તમામની તબિયત લથડી અને તબિયત લથડતા 2 લોકોએ તો હોસ્પિટલ પહોંચ્યા પહેલા જ દમ તોડી દીધો હતો, જ્યારે 5 લોકો હજુ પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં રેન્જ IG, જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો લિહોડા ગામે પહોંચ્યો હતો. તપાસ કરતાં FSLના રિપોર્ટમાં દાવો કરાયો છે કે જે દારૂ પીવાયો હતો, તેમાં મિથેનોલની હાજરી નથી. એટલે આ કોઈ લઠ્ઠાકાંડ નથી, ત્યારે સવાલ એ થઇ રહ્યો છે કે જો મિથેનોલ નથી તો મોત કેમના થયા.પોલીસનું કહેવું છે કે તકેદારીના હવે પુરા પગલા લેવામાં આવી રહ્યા છે અને તેના જ ભાગરૂપે આખા લિહોડા ગામમાં ગઈકાલથી કોમ્બિંગ પણ કરવામાં આવ્યું છે. સાથે જ હાલના પીડિત 7 સિવાયના અન્ય કોઈએ દારૂનું સેવન કર્યુ હોય તો તેમના પર વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે.આખા કેસમાં જેમના મોત થયા છે તેમના નામ કાનાજી ઝાલા અને વિક્રમસિંહ ઝાલા છે. તો આ ઉપરાંત 40 વર્ષના બળવંતસિંહ ઝાલા, 40 વર્ષીય રાજુસિંહ ઝાલા, 42 વર્ષિય કાલાજી ઠાકોર, 70 વર્ષિય ચેહરજી ઝાલા, 42 વર્ષિય મગરસિંહ ઝાલા, 45 વર્ષિય વિનોદ ઠાકોર અને વિક્રમ પ્રતાપસિંહ સારવાર હેઠળ છે. એકને ICUમાં દાખલ કરાયો છે. જ્યારે અન્યોની સ્થિતિ સામાન્ય છે.  રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ પણ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે અને આખાય મામલે તપાસના આદેશ આપ્યા છે. રાજ્ય સરકાર આખી ઘટના પર નજર રાખી રહી છે સાથે જ આખા કેસમાં લઠ્ઠાની કોઈ બાબત જણાતી નથી તેવું જણાવ્યુ હતુ.

Download Our B K News Today App



Related News