ગેરકાયદેસર માટી ચોરી સામે ભૂસ્તર વિભાગની કાર્યવાહી ડીસાના દામામાં માટી ચોરી ઃ રૂ.૭.૭૦ લાખનો દંડ ફટકારાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-03 11:36:45
  • Views : 276
  • Modified Date : 2020-10-03 11:36:45

બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગની ટીમે ફરી એક વાર મોટું ઓપરેશન પાર પાડયું છે. ગેરકાયદેસર માટી ખોદકામ કરતા ડમ્પર અને હિટાચી મશીન સહિત એક કરોડ
રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહીથી અન્ય ભૂમાફિયાઓમાં પણ ગભરાટ ફેલાયો છે.
ડીસા શહેરમાંથી પસાર થતી બનાસ નદીમાં અવારનવાર લાખો રૂપિયાની ગેરકાયદેસર ખનન ચોરી થતી હોવાના કારણે  જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા આવા ભૂમાફિયાઓને ઝડપી
પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે હવે ભૂમાફિયાઓ દ્વારા નદીઓને છોડી અન્ય જગ્યાએથી
ગેરકાયદેસર માટી ખોદી લઈ જવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ડીસાના દામા ગામે ગેરકાયદેસર માટીનું ખનન કામ ચાલતું હોવાની માહિતી મળતા જ જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. જેમાં ગુરુવારે મોડી સાંજે ગેરકાયદેસર માટીખનનનું મોટું કૌભાંડ ઝડપી પાડી મેગા
ઓપરેશન પાર પાડયું છે. જેમાં એક જેસીબી મશીન અને ચાર ડમ્પર જપ્ત કર્યા છે. ભૂસ્તર વિભાગે ગેરકાયદેસર ખનનના ઉપયોગમાં લેતા એક કરોડ
રૂપિયાના વાહનો જપ્ત કર્યા છે. જ્યારે ઘટનાસ્થળે જમીનની માપણી પણ શરૂ કરી છે. એક કરોડ રૂપિયાના વાહનો જપ્ત કરી ભૂસ્તર વિભાગે વાહન માલિકોને ૭.૭૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહીથી જિલ્લાના ભૂમાફિયાઓમાં
પણ ફફડાટ ફેલાયો છે.

Download Our B K News Today App



Related News