7.5 ડિગ્રી સાથે ડીસા રાજ્યનું સૌથી ઠંડુ શહેર, મહેસાણામાં 11.9 ડિગ્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-30 13:06:36
  • Views : 564
  • Modified Date : 2019-12-30 13:06:36

ઉત્તર ગુજરાતમાં ઠંડીના પ્રથમ રાઉન્ડના ત્રીજા દિવસે પણ વહેલી સવારથી વાતાવરણ વાદળછાયું બન્યું હતું. જેમાં રાત્રીનું તાપમાન સાડા ત્રણ ડિગ્રી સુધી ઉંચકાવા છતાં ઠંડીનો દબદબો યથાવત રહ્યો હતો. ત્યારે રવિવારે 7.5 ડિગ્રી સાથે ડીસા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે કચ્છના નલિયામાં 8.4 અને ભુજમાં 9.8 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. આમ મહેસાણામાં શનિવાર કરતાં 2.9 ડિગ્રી તાપમાન વધીને 11.9 ડિગ્રી નોંધાયું હોવા છતાં ઠંડા પવનોના કારણે સતત બીજા દિવસે પણ લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો તો હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે પણ માઉન્ટ આબુનુ તાપમાન માઇનસ ૩ ડિગ્રી જોવા મળ્યું હતું.આમ રાજસ્થાનથી મધ્યપ્રદેશ સુધી સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતનું લઘુત્તમ તાપમાન સાડા ત્રણ ડિગ્રી સુધી ઉંચકાયું હતું.પરંતુ બેઠી ઠંડીનો પ્રભાવ યથાવત રહ્યો હતો. જેના કારણે આખો દિવસ ગરમ કપડાંનો સહારો અનિવાર્ય બન્યો હતો. આમ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉ.ગુમાં 48 કલાક સુધી વાદળછાયું રહી શકે છે અને તેના કારણે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી ઉંચકાતાં ઠંડીથી આંશિક રાહત થશે. નવા વર્ષના પ્રારંભે દ.રાજસ્થાનમાં માવઠાંની સંભાવના હોઇ સાબરકાંઠાના પોશીના અને વિજયનગરના સરહદી ગામોમાં પણ માવઠું થઇ શકે છે.સાંજે 5-30થી 7-30 બે કલાકમાં 4.4 ડિગ્રી પારો ગગડ્યો હતો.ડીસામાં વહેલી સવારે 5.30 કલાકે ઠંડીનો પારો 7.5 ડિગ્રી નોંધાયો હતો. પરંતુ ઠંડા પવનોથી સવારે 6.30થી 7.0 વાગ્યા દરમિયાન ઠંડીનો પારો દોઢ ડિગ્રી વધીને 9.0 ડિગ્રી નોંધાયો હતો.ત્યારબાદ સાંજના 5.30થી 7.30 કલાક દરમિયાન ઠંડીનો પારો 4.4 ડિગ્રી ઘટીને 18.8 ડિગ્રી થઇ ગયો હતો.આમ ઠંડીના કારણે ગરમ કપડાંની ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે.આમ છેલ્લા બે-ત્રણ દિવસથી હાડ થિજવી નાખે તેવી કડકડતી ઠંડી પડી રહી છે. આ ઠંડીથી બચવા લોકો ગરમ કપડાંનો આશરો લઇ રહ્યા છે. રવિવારે મહેસાણાના પિલાજી ગંજમાં ગરમ કપડાં માર્કેટમા ખરીદી માટે ભીડ જોવા મળી હતી.

Download Our B K News Today App



Related News