ગૂજરાત વિદ્યાપીઠનો 68મો પદવીદાન સમારોહ:ટ્રસ્ટી મંડળના વિવાદ વચ્ચે પદવીદાન સમારોહ યોજાયો

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-18 15:39:58
  • Views : 163
  • Modified Date : 2022-10-18 15:39:58

    ગૂજરાત વિદ્યાપીઠમાં કુલપતિની નિમણૂકને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે વિવાદ વચ્ચે ગૂજરાત વિદ્યાપીઠનો 68મો પદવીદાન સમારોહ યોજાયો છે. પદવીદાન સમારોહમાં પદભાર છોડનાર પૂર્વ કુલપતિ ઇલાબેન ભટ્ટ અને રાજીનામું આપનાર 8 ટ્રસ્ટીઓ ગેરહાજર રહ્યા હતા. કુલપતિની જગ્યાએ કુલસચિવ દ્વારા પદવી એનાયત કરવામાં આવી હતી. જોકે, થોડા સમય પહેલાં નવનિયુક્ત કુલપતિ આચાર્ય દેવવ્રતે હજુ સુધી ચાર્જ લીધો નથી.ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં 32 પીએચડી, 15 એમ.ફિલ, 415 અનુસ્નાતક, 410 સ્નાતક અને 56 અનુસ્નાતક ડિપ્લોમાની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. વિદ્યાપીઠના ઇતિહાસમાં પ્રથમ વખત કુલપતિ વિના પદવીદાન સમારોહ યોજાયો છે. જોકે વિવાદ વચ્ચે રાજીનામું આપનાર કુલપતિ ઇલાબેન ભટ્ટ બીમારીના કારણે આવ્યા નહોતા, ત્યારે નવા કુલપતિ માટે આચાર્ય દેવવર્તે આમંત્રણનો સ્વીકાર તો કર્યો, પરંતુ આજે પદવીદાન સમારોહમાં પણ આવ્યા નહોતા.ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક રાજેન્દ્ર ખીમાણીએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટી મંડળે જે કહ્યું તે અમે જણાવ્યું છે. સંવાદ મહત્વનો છે, નારાજ છે તેમની સાથે સંવાદ થશે. સારું થશે તેવી આશા સાથે અમે આગળ વધીશું. કુલપતિની તબિયત નાદુરસ્ત છે, એટલે હાજર નથી રહ્યા. અન્ય સવાલનો જવાબ આપીને રાજેન્દ્ર ખીમાણીએ હાથ જોડીને જવાબ આપવાનું ટાળ્યું હતું.  ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેનાર નવલકાર રઘુવીર ચૌધરીએ જણાવ્યું હતું કે, ગૂજરાત વિદ્યાપીઠ ટકશે, ગાંધીજીનો વારસો છે. કોંગ્રેસના ભાગ પડે પણ વિદ્યાપીઠના ભાગ ના પડે. નારાજ સભ્યોએ જે કહેવું છે એની સાથે સૌને સંમત કરે છે. જે સભ્યો હાજર નથી પણ મારા મિત્ર છે. આપણે આચાર્ય દેવવ્રત વિશે નથી જાણતા. હાલ એમના વિશે અભિપ્રાય આપવો યોગ્ય નથી. પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા માણસ છે, હાલ થોડા સમયની રાહ જોવી જોઈએ. આવનાર સમય વધુ સ્પષ્ટતા કરી શકશે.

 

Download Our B K News Today App



Related News