ગાંધીનગર જિલ્લામાં કોરોનાથી વધુ બે મોત ઃ ૪૪ મૃત્યુ અને ૬૮૨ કોરોના પોઝીટીવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-30 12:00:57
  • Views : 385
  • Modified Date : 2020-06-30 12:00:57

ગાંધીનગર શહેર અને જિલ્લામાં નવા કોરોના
પોઝીટીવના કેસો નોંધાયા છે. જેમાં ગાંધીનગર શહેરમાં ઝીરો કેસની સામે ગ્રામ્યમાં ૫ કેસો નોંધાતા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૬૮૨ થઈ ગઈ છે. જ્યારે ગાંધીનગર જિલ્લામાં વધુ બે દર્દીના મૃત્યુ સાથે કુલ ૪૪ દર્દીઓના મોત થયા છે.
ગાંધીનગર શહેરમાં કોરોના પોઝીટીવના કોઇ નવા કેસો નોંધાયા નથી. જ્યારે ગાંધીનગર ગ્રામ્યમાં નવા ૫ કેસો નોંધાયા છે. ગાંધીનગર તાલુકાના જામનગરપુરામાં ૫૦ વર્ષીય
પુરુષ અને વાવોલમાં ૩૪ વર્ષીય મહિલાને કોરોના ટેસ્ટ
પોઝીટીવ આવ્યો છે. જ્યારે કલોલ શહેરમાં ૫૭ વર્ષીય
પુરુષને અને ૭૦ વર્ષીય વૃદ્ધને કોરોના પોઝીટીવ આવ્યો છે. આ ઉપરાંત દહેગામ તાલુકાના ઝીંડવામાં ૬૬ વર્ષીય વૃદ્ધા કોરોનાથી સંક્રમિત થઈ છે.
ગાંધીનગર તાલુકાના એક ૫૦ વર્ષીય દર્દી તેમજ બીજા ૬૦ વર્ષીય દર્દીનું કોરોનામાં મૃત્યુ નીપજ્યું છે. આ સાથે ગાંધીનગર ગ્રામ્યમાં કુલ ૩૮ દર્દીના કોરોનાથી મોત થયા છે. જ્યારે કુલ ૪૪૮ કોરોના
પોઝીટીવ દર્દીઓમાંથી ૯૫ સારવાર હેઠળ છે. જ્યારે ૧૬ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવતા કુલ ૩૧૫ દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે ગાંધીનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૫, ૫૮૯ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News