કોરોનાકાળમાં 68.57% લોકો નાખુશ, સર્વેમાં 1575માંથી 1080 લોકોએ સ્વીકાર્યું કે કોરોના પહેલા તેઓ વધુ ખુશ હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-20 13:02:38
  • Views : 257
  • Modified Date : 2021-03-20 13:02:38

    20 માર્ચે વિશ્વભરમાં ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ લોકોને એ અહેસાસ કરાવવાનો છે કે માત્ર આર્થિક વિકાસ જ જરૂરી નથી પણ લોકોની ખુશી અને સુખાકારી પણ એટલા જ મહત્વના છે. પરંતુ છેલ્લા એક વર્ષના કોરોનાકાળ દરમિયાન અને તાજેતરમાં જ કોરોનાના વધી રહેલા કેસને પગલે મોટાભાગના લોકો ખુશ નહીં હોવાનું બહાર આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાંથી જે ફોન કાઉન્સેલિંગ માટે થયા તેમાં આશરે 68.57℅ લોકોએ સ્વીકાર્યું કે તેઓ પહેલા કરતા અત્યારે ખુશ નથી.

    કોરોના પહેલા તેઓ વધુ ખુશ રહી શકતા હતા એ સ્વીકાર્યું અને હાલમાં તેઓ દુઃખી, નાખુશ, ડિપ્રેશન, તનાવ વગેરે અનુભવી રહ્યા છે. સાઇકોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલા 1575 લોકોના સર્વેમાંથી 1080 લોકોએ સ્વીકાર્યું કે તેઓ હાલમાં ખુશ નથી વારંવાર નિષેધક આવેગોનો ભોગ તેઓ બન્યા.

    વર્તમાન સમયમાં ચાલી રહેલા કોરોનાકાળમાં લોકો સતત તણાવપૂર્વક રહેતા હોવાથી એવા દિવસો આવી ગયા છે કે સમાજને સુખના દિવસો માણવા પડે છે, ખરેખર આનંદ કે સુખનો કોઈ નિશ્ચિત દિવસ હોવાને બદલે માણસ દરેક પરિસ્થિતિમાં પોતાનું માનસિક સંતુલન જાળવીને સુખી થવાનો, આનંદિત રહેવાનો પ્રયત્ન કરે.એક રીતે જોઈએ તો ખુશી એ આપણા જ હાથમાં છે. જેમ કે હસવું, વ્યવસ્થિત ઊંઘ, ચોકલેટ ખાવી, તણાવનો સામનો કરવો, મિત્રો સાથે સમય વિતાવવો, વધુ પડતાં ફોનનો ઉપયોગ ટાળવો, કુદરતના ખોળે રહેવાનો પ્રયત્ન કરવો, અધ્યાત્મવૃત્તિ કેળવો, જતું કરતા શીખો, વિધાયક બાબતો ઉપર ફોકસ કરો, નાની નાની બાબતોની પણ ઉજવણી કરો, ઘર અને કાર્યને બેલેન્સ કરો, સર્જનાત્મક વૃત્તિ કેળવો, ગમતું કાર્ય કરો, સંગીત સાંભળો, તમારી જાતની બીજા સાથે તુલના કરવાનું છોડો દો, ખુશીઓની ક્ષણને વાગોળવી. > ડૉ. યોગેશ જોગસણ, હેડ, સાઇકોલોજી ડિપાર્ટમેન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

    ખુશી ખરેખર આપણા પર નિર્ભર છે આપણી સાથે જોડાયેલ છે અને આપણે તેમના માટે જવાબદાર પણ છીએ. આપણે મોટા સ્વપ્નો જોઈએ છીએ, પરંતુ એ ભૂલશો કે એક નાનકડી વસ્તુ પણ આપણા ચહેરા પર સ્મિત લાવી શકે છે. - ડૉ. ધારા દોશી, પ્રોફેસર


Download Our B K News Today App



Related News