૬૬ લાખ ગરીબ પરિવારોને મળશે રૂ. એક-એક હજાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-19 11:32:36
  • Views : 648
  • Modified Date : 2020-04-19 11:32:36

રાજય સરકારે કોરોનાને અનુલક્ષીને ગુજરાતમાં ગરીબીની રેખા નીચે જીવતા ૬૬ લાખ જેટલા પરિવારોને તેના ખાતામાં રૂ. એક-એક હજાર  આપવાનો નિર્ણય  કર્યો છે. સરકાર સોમવારથી આ નાણા ખાતામાં જમા કરાવવા લાગશે. લાભાર્થી ગરીબ પરિવારો તેનો પોતાની જરૂરીયાત મુજબ બેંકમાંથી  ઉપાડી ઉપયોગ કરી શકશે. ભુતકાળમાં કુદરતી આપતી વખતે અસરગ્રસ્તોને કેશડોલ્સ અપાયાના  અનેક દાખલા છે પરંતુ ખાતામાં એક સાથે રૂપિયા ૧૦૦૦ની સહાય  કરવામાં આવે તેવો કદાચ આ રાજયમાં પ્રથમ બનાવ છે. રૂપાણી સરકારે ગરીબો માટે કરેલા અભુતપુર્વ નિર્ણયની તેમના સચિવ અશ્વિનીકુમારે જાહેરાત કરી છે.  અશ્વિની કુમારે જણાવેલ કે તા. ર૦ એપ્રિલથી ૬૬ લાખ બીપીએલ કાર્ડ
પરિવારોના ખાતામાં
રૂ. એક-એક હજાર સીધા જમા કરાવામાં આવશે. તેના  માટે લાભાર્થી પરિવારે કોઇ પુરાવો આપવાની જરૂર નથી. સરકાર પાસે
બીપીએલ કાર્ડ ધારકોની વિગતો છે તેના આધારે આ નાણાકીય સહાય તેના ખાતામાં પહોંચાડી  દેવામાં આવશે. આ સહાયથી રાજય સરકાર પર રૂ. ૬૬૦ કરોડનો બોજો આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રૂપાણી સરકારે બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને  આ મહિને રેશનકાર્ડે પર કેટલીક જીવન જરૂરી વસ્તુઓ વિનામુલ્યે આપી છે. હવે બીપીએલ
પરિવારોને રોકડ સહાય કરીને નવો ઇતિહાસ સર્જયો છે. લોકડાઉનના કારણે ગરીબ લોકો ઘણા દિવસોથી રોજગારી વગર બેઠા છે. તેમના માટે આ સહાય ખુબ રાહતરૂપ બનશે.

Download Our B K News Today App



Related News