સરકારી નોકરીમાં કેન્દ્રનું ૬૩ રમતોને પ્રાધાન્ય, રાજ્યમાં માત્ર ૨૫

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-16 10:54:06
  • Views : 285
  • Modified Date : 2020-12-16 10:54:06

રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને સરકારી નોકરીમાં સીધો સમાવેશ કરવામાં આવતો હોય છે. ખેલાડીઓને જગ્યા પ્રમાણે અનામત પણ આપવામાં આવતી હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા ૬૩ પ્રકારની રમતોને પ્રમાણિત કરવામાં આવી છે.
પરંતુ રાજ્યમાં માત્ર ૨૫ જેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ડીઓપીટી એક્શન સમિતિ દ્વારા રાજ્યમાં પણ રમતો વધારવામાં આવે અને સરકારમાં વર્ગ-૩ અને ૪માં આ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવે તે માટે જિલ્લા કલેકટર અને ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
રમશે ગુજરાત, જીતશે ગુજરાત, આગળ વધશે ગુજરાત. પરંતુ સરકારની કેટલીક કૂટનીતિના કારણે કેવી રીતે આગળ વધશે ગુજરાત તે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સરકારમાં નોકરી માટે અલગ-અલગ ૬૩ જેટલી રમતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. પરંતુ ગુજરાતમાં માત્ર ૨૫ હતો. અને સરકારી નોકરીમાં સમાવેશ કરાયો છે. સરકારી નોકરીઓમાં રમતગમત ક્ષેત્રે મેડલ મેળવનાર ખેલાડીઓને નોકરીમાં અનામત આપવામાં આવે છે, તેમની સીધી ભરતી કરવામાં આવે છે, તેનું તાજુ ઉદાહરણ સરિતા ગાયકવાડ છે. ગુજરાતના ખેલાડીઓ સરકારી નોકરી મેળવે તે માટે વર્ગ ૩ અને ૪ની ભરતીમાં (વર્ગ-૪ની ભરતી સરકારે બંધ કરી છે) અનામત આપવામાં આવે તે માટે
ડીઓપીટી એક્શન સમિતિ દ્વારા ગાંધીનગર અને પાટણ કલેકટર, જ્યારે ગાંધીનગરના ધારાસભ્યને ૫૯૦ ઉમેદવારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ભારત સરકાર વખતો વખત નવી રમતોનો ઉમેરો કરે છે. હાલમાં જ ૬૩ રમતોનો ગ્રુપ-સી ભરતી માટે સમાવેશ કર્યો છે. ત્યારે અમારી રાજ્ય સરકારને પણ રજૂઆત છે કે, આ બાબતે રમતવીરોના હિતમાં ર્નિણય કરવામાં આવે અગાઉ ૧૨ જેટલા એસોસિએશન અને વ્યાયામ મંડળ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News