લોકસભા ચૂંટણી ઃ ત્રીજા ચરણમાં ૬૩-૬૫ ટકા સુધીનું મતદાન થયું
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-04-24 06:33:03
- Views : 452
- Modified Date : 2019-04-24 06:33:03
મુંબઇ ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી લોકસભાની ૧૧૬ બેઠકો પર ત્રીજા તબક્કાની ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. આની સાથે જ હવે ૩૦૨ સીટ પર લોકસભાની ચૂંટણી માટેની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. આજે ત્રીજા તબક્કામાં મતદાન પૂર્ણ થતાંની સાથે જ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, ભાજપ પ્રમુખ અમિત શાહ સહિત ૧૬૧૨ ઉમેદવારના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. આજે તમામ રાજ્યોમાં ઉંચુ મતદાન થયું હતું. જે પૈકી આસામમાં ૭૮, બિહારમાં ૫૯, ગોવામાં ૭૧, ગુજરાતમાં ૬૨, કર્ણાટકમાં ૬૪, કેરળમાં ૭૦ અને મહારાષ્ટ્રમાં ૫૭ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચ દ્વારા ત્રીજા તબક્કાની લોકસભા ચૂંટણી માટે આંકડાને લઇને માહિતી આપી હતી. પશ્ચિમ બંગાળમાં પણ ઉંચુ મતદાન નોંધાયું હતું. બંગાળમાં ૭૮ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. દેશમાં સરેરાશ ત્રીજા તબક્કામાં ૬૩થી ૬૫ ટકા સુધી મતદાન થયું હતું. ઉંચા મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાની જીતના દાવા કરવામાં આવ્યા હતા. ઉત્તરપ્રદેશમાં ૫૭ ટકાથી વધુ મતદાન થયું હતું. અગાઉ આજે સવારે મતદાનની શરૂઆત થઇ હતી. સવારમાં જ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે બહાર નિકળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના તમામ દિગ્ગજ મતદાન કરવા માટે સંબંધિત મતદાન મથક પર પહોંચ્યા હતા. હજુ સુધી બે તબક્કામાં કુલ ૧૮૬ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. આજે ત્રીજા તબક્કામાં ૧૧૬ સીટ પર મતદાન પૂર્ણ થયું હતું. ત્રીજા તબક્કામાં ઉત્તરપ્રદેશની ૧૦ સીટ પર મતદાન યોજાયું હતું. મુખ્ય સ્પર્ધા ભાજપ અને ગઠબંધન વચ્ચે છે. ઉત્તરપ્રદેશમાં ત્રીજા તબક્કામાં ૯૫.૫ લાખ પુરૂષ અને ૮૦.૯ લાખ મહિલા મતદારો પૈકી મોટા ભાગના મતદારો મતદાન કરવા માટે બહાર નિકળ્યા હતા. ઉત્તરપ્રદેશમાં એક કરોડ ૭૬ લાખ મતદાર પૈકી મોટા ભાગના મતદારો દ્વારા ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવામાં આવ્યો હતો. આજના મતદાનની સાથે જ ૧૨૦ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. બિહારમાં પાંચ સીટ પર મતદાન યોજાયું હતું. પાંચ સીટ પર મેદાનમાં રહેલા ૮૨ ઉમેદવારોના ભાવિ મતદાનની સાથે જ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. કુલ ૮૮.૩૧ લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ માટે ઉત્સુક હતા પરંતુ આ પૈકી બિહારમાં ૬૦ ટકા જેટલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરવા બહાર નિકળ્યા હતા. કર્ણાટકમાં કુલ ૧૪ સીટ પર ૨૩૭ ઉમેદવારો ભાગ્ય ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. રવિવારના દિવસે ત્રીજા તબક્કા માટે ચુંટણી પ્રચારનો અંત આવ્યા બાદ ઘરે ઘરે જઈને પ્રચારની શરૂઆત થઇ હતી. ત્રીજા તબક્કામાં ગુજરાતમાં પણ તમામ ૨૬ બેઠક પર મતદાન થયું હતું. ૧૧૬ બેઠકો ૧૩ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલી છે. ત્રીજા તબક્કામાં જ્યાં મતદાન યોજાયું હતું તેમાં ગુજરાતમાં તમામ ૨૬, કેરળમાં ૨૦, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ૧૪-૧૪ ઉત્તરપ્રદેશમાં ૧૦, છત્તીસગઢમાં સાત બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં એક બેઠક ઉપર મતદાન થયું હતું. ૧૧૬ સીટ પરના મતદાનને લઈને અભૂતપૂર્વ તૈયારીઓ પહેલાથી જ કરી લેવામાં આવી હતી. ૧૮૬ બેઠક પર મતદાન થયું છે. ૧૧મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં અને ૧૮મી એપ્રિલના દિવસે બીજા તબક્કામાં મતદાન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. હવે ત્રીજા તબક્કામાં આવતીકાલે મતદાન થનાર છે. ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે.તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાંઆભાર - નિહારીકા રવિયા ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. આ વખતે તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી છે. આનાથી વોટરો એ બાબતને જાણી શકે છે કે તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ. આ વખતે ઇવીએમની અનેક સ્તર પર સુરક્ષાની ખાતરી કરવામાઆવી છે.તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા પહેલાથી જ ગોઠવી દેવામાં આવ્યા છે. જેના મારફતે મતદાન પર નજર રાખવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. રસપ્રદ બાબત એ છે કે, આ પ્રથમ એવી ચૂંટણી છે જ્યારે ૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી. લોકસભાની ચૂંટણીને લઇને મતદારોમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. કરોડો મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ દેખાઇ રહ્યા છે. ત્રીજા તબક્કા માટે ચૂંટણી પહેલા પ્રચારમાં ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, તેમજ કેન્દ્રિય પ્રધાનોએ જવાબદારી સંભાળી હતી. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ તમામ તાકાત લગાવી દીધી હતી. ત્રીજા તબક્કાની ચૂંટણીમાં રાષ્ટ્રીય પક્ષોના ૩૧૬, ક્ષેત્રિય પક્ષોના ૭૬, રજિસ્ટર્ડ બિનમાન્યતાપ્રાપ્ત રાષ્ટ્રીય પક્ષોના ૪૯૬ અને ૭૨૪ અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. આ તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા છે. કરોડપતિ ઉમેદવારોની સંખ્યા ૩૯૨ નોંધાઈ હતી. જે પૈકી ૧૬૦ ઉમેદવારની સંપત્તિ પાંચ કરોડથી વધારે હતી.
Related News
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 67
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 88
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 68
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 52
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 59
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 47
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 49
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 45
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 42
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 39
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 39
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 68
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 46
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 40
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 49
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 53
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 48
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 46
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 43
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 45
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 39
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 48
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 46
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 49
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 48
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 34
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 40
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 43
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 50
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 44
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 36
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 40
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 37
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 47
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 72
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 42
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 46
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 57
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 39
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 56
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 37
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 28
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 37
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 37
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 38
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 50
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 31
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 55
અમદાવાદના સાણંદ ગોરજ ગામમાં દારૂની મહેફિલ ઝડપાઈ, 40 મહિલા અને 40 પુરુષની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:50 pm
- 42
વડોદરામાં મંગળ બજાર અને નવા બજારના દબાણો પાલિકા માટે માથાનો દુખાવો...
- by B.K.NEWS DAINIK
- February 4, 2026, 3:15 pm
- 41



