રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ૬૨.૯૫ ટકા મતદાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 11:40:02
  • Views : 474
  • Modified Date : 2019-10-22 11:40:02

રાધનપુર બેઠકની ચૂંટણીમાં સમગ્ર રાજ્યના અગ્રણીઓની નજર છે અને મોટા મોટા આગેવાનો આ બેઠકના ઉમેદવારને જીતાડવા માટે પડી રહ્યા હતા અને આ રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણી માટે સોમવારના રોજ વિધાનસભા મત ક્ષેત્રના ૩૨૬ મતદાન મથકો પર સવારે ૮વાગ્યાથી મતદાનની કાર્યવાહી શરૂ થઈ હતી સવારથી જ મતદારો મતદાન માટે ઉત્સાહભેર મતદાન મથક ઉપર ઉમટી પડતા મતદારોની કતારો જોવા મળી હતી કુલ ૨.૬૯ લાખ  મતદારો માંથી ૧૬૯૮૭૬ મતદારોએ મતદાન કરતા ૬૨.૯૫ ટકા મતદાન થયું હતું  મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.
રાધનપુર વિધાનસભાની
પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ એનસીપી અને અન્ય રાજકીય પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારો મળી કુલ ૧૦ ઉમેદવારો એ  પોતાની ઉમેદવારી નોંધાવી છે. અને તેમાં પણ ખાસ કરીને ૨૦૧૭માં કોગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇને પક્ષ પલ્ટો કરી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર ઉપર સમગ્ર ગુજરાતની નજર છે અને આ બેઠક ભાજપ કબ્જે કરવા માટે મોટામાં મોટા ગજાના રાજકિય આગેવાનો તેમજ ફોલી હસ્તીઓ લાવીને પ્રચાર કરાવ્યો હતો ત્યારે બીજી તરફ પણ કોગ્રેસ દ્વારા પોતાના ઉમેદવાર રધુ દેસાઇ ને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવ્યુ છે. અને સોમવારના રોજ સવારે આઠ વાગ્યાથી રાધનપુર વિધાનસભા મતવિસ્તારના ૩૨૬ મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાનની પ્રક્રિયા કર્મચારીઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી સવારથી જ મતદાન માટે મતદારોનો ધસારો શરૂ થઇ જવા પામ્યો હતો અને સાંજે ૬ વાગ્યા સુધી મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું અને ૧૦ ઉમેદવારોનું ભાવિ ઇવીએમ મશીનમાં સીલ કરી નાખ્યું હતું . હવે કોણ બને છે રાધનપુરનો ધારાસભ્ય તેના ઉપર લોકોની મીટ મંડાઇ રહી છે. વાત કરવામાં આવે રાધનપુર વિધાનસભા મતવિસ્તારની તો આ મત વિસ્તારમાં પૃરુષ મતદારો ૧,૪૦,૨૯૧ અને સ્ત્રી મતદારો ૧,૨૯,૧૪૮ અને અન્ય ૩ મળી કુલ ૨,૬૯,૮૪૨ મતદારો નોંધાયેલા છે. જેમાં દિવ્યાંગ મતદારો  ૮૩૭ નોંધાયેલ  છે. સોમવારે યોજાયેલી મતદાનની પ્રક્રિયામાં દિવ્યાંગ મતદારો માટે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિલચેર સહાયક અને વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી મતદાન મથકો ઉપર મતદારો ભય મુક્ત રીતે મતદાન કરી શકે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પુરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેમજ સંવેદનશીલ મતદાન મથકો ઉપર કેન્દ્રીય સુરક્ષા બળના જવાનો ને તેનાત કરવામાં આવ્યા હતા.
રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ફુલ ૨,૬૯,૮૪૨ મતદારો માંથી કુલ ૧૬૯૮૭૬ મતદારો એ મતદાન કરતા ૬૨.૯૫ ટકા મતદાન નોંધાયું હતું. ત્યારે આગામી ૨૪મી ઓક્ટોબરના રોજ પાટણની કતપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે જેમાં ૧૦ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

Download Our B K News Today App



Related News