રાજ્યમાં કોરોનાના ૬૦૦થી વધુ નવા કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-29 11:44:37
  • Views : 478
  • Modified Date : 2020-06-29 11:44:37

  ગુજરાત રાજ્યમાં છેલ્લા ૪ દિવસથી દરરોજ નોંધાતા મૃત્યુનો આંકડો ૨૦થી ઓછો આવ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે ૬૦૦થી વધુ
પોઝિટિવ દર્દી નોંધાયા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૬૨૪ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૧૯  દર્દીના મૃત્યુ થયા છે. તો સામે ૩૯૧ દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩૧૨૯૭ કેસ નોંધાયા છે અને કુલ મૃત્યુઆંક ૧૮૦૯ થયો છે. જ્યારે ૨૨૮૦૮ દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.
નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં ૨૧૧, સુરતમાં ૧૮૨, વડોદરામાં ૪૪, વલસાડ ૩૬, પાટણ, ગાંધીનગરમાં ૧૧-૧૧, રાજકોટ, જૂનાગઢ, કચ્છ, સુરેન્દ્રનગર, અમરેલીમાં ૧૦-૧૦, મહેસાણામાં ૮, બનાસકાંઠા, ભરૂચમાં ૭-૭, ખેડા ૬, અરવલ્લી, નવસારી, મોરબીમાં ૪-૪, ભાવનગર, સાબરકાંઠા, આણંદ, બોટાદમાં ૩-૩, જામનગર, પંચમહાલ,
પોરબંદરમાં ૨-૨, ગીર-સોમનાથ, નર્મદા, તાપીમાં ૧-૧ અને અન્ય રાજ્યના ૧૩ કેસ નોંધાયા છે.

Download Our B K News Today App



Related News