ચૂંટણી લડવા ગુજરાત કોંગ્રેસમાં 600 લોકોએ દાવેદારી કરી, સપ્ટેમ્બરના અંતમાં પ્રથમ યાદી જાહેર થઈ શકે

  • Published By :
  • Published Date : 2022-09-14 15:02:16
  • Views : 199
  • Modified Date : 2022-09-14 15:02:16

આગામી ચૂંટણીને લઇ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને લઇ થોડાક દિવસો અગાઉ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ સ્ક્રીનીંગ કમીટીની બેઠક યોજાઈ હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર પસંદગી માટેના માપદંડ સહિતના જુદા-જુદા સૂચનો માટે પ્રદેશ સ્ક્રીનીંગ કમીટીની વિશેષ બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ સ્ક્રીનીંગ કમીટીના 42 સભ્યોએ ઉમેદવાર પસંદગી માટેના 130 જેટલા સકારાત્મક સૂચનો કર્યા હતા. જેમાં વિધાનસભા 2022ની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવવા માંગતા ઉમેદવારોએ 12 સપ્ટેમ્બર સુધીમાં જીલ્લા કાર્યાલય ખાતે પોતાના બાયોડેટા મોકલી આપવાના તેવી જાહેરાત કરાઇ હતી. પરંતુ વરસાદના કારણે ચૂંટણી લડવા ઇચ્છુક લોકોના બાયોડેટા આપવાની મુદત પણ લંબાવાઈ છે. કોંગ્રેસમાં 12મી સપ્ટેમ્બર સુધી ઉમેદવારોએ પોતાનો બાયોડેટા જમા કરાવવાનો હતો. પરંતુ 182 સીટો પર 600થી વધુ દાવેદારોના બાયોડેટા મળતાં હવે 15મી સપ્ટેમ્બરની જગ્યાએ સપ્ટેમ્બરના અંત સુધીમાં કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. કોંગ્રેસની સ્ક્રિનીંગ કમિટીએ ઉમેદવારોને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે ટોળાશાહી કરીને ટિકીટ માટે આવતાં દાવેદારોને ટિકીટ નહીં મળે. કોંગ્રેસમાં એસસી અનામત બેઠક પર સૌથી વધુ ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. જ્યારે અમદાવાદમાં અત્યાર સુધીમાં 80થી વધુ લોકોએ દાવેદારી કરી છે. સ્થાનિક સ્તરે વિવિધ જિલ્લા સમિતિઓને બાયોડેટા આપવામાં આવ્યો છે જે હવે પ્રદેશ કાર્યાલય પર પહોંચશે. કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીએ નિર્ણય કર્યો છે કે દાવેદાર પોતાની વાત રજૂ કરી શકે છે. 15 તારીખ આસપાસ કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તેવી સંભાવના હતી ત્યારે હવે આ ઉમેદવારના લિસ્ટ માટે સપ્ટેમ્બરના અંત સુધી રાહ જોવી પડશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે આ અંગે અગાઉ જણાવ્યું હતું કે, ટિકિટ વિતરણમાં યુવાનો, મહિલાઓ તેમજ સ્વચ્છ છબી ધરાવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઉમેદવારની પસંદગી માટે કોઇ માપદંડ નહી, માત્ર જીતનો માપદંડ રહેશે. નવા યુવા ચહેરાઓને પણ ટિકિટ આપવામાં આવશે. 1 ની ચૂંટણીના જાણકાર લોકો અમને મળ્યા છે. યુવાન અને મહિલાઓ તેમજ વ્યક્તિ વિશેષને પણ ટિકિટ આપવામાં આવશે. કોંગ્રેસ મોટાભાગે લોકશાહીને માનવાવાળો પક્ષ છે. તેથી 182 વિધાનસભામાં જે કોઈ ઉમેદવારી કરવા ઈચ્છતા હશે, તે બધાને ટિકિટ માંગવાનો રાઈટ્સ હશે. એવા ઉમેદવારોના જે કોઈ બાયોડેટા આવશે તેના પર ગુજરાત ચૂંટણી સમિતિ અને સ્ક્રીનિંગ કમિટી ચર્ચા વિચારણા કરશે.

 

Download Our B K News Today App



Related News