જીવ આપવા માટે હાઈટેન્શન લાઈન પકડી, વીજપ્રવાહ બંધ હતો તેથી બચી ગયો જીવ, 5 બાળકોના પિતા છે અને પૌત્ર-દોહિત્ર પણ છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 16:11:48
  • Views : 305
  • Modified Date : 2021-03-10 16:11:48

    ધૌલપુરમાં એક વૃદ્ધ વીજળીના થાંભલા પર ચઢી ગયા હોવાનો મામલો સામે આવ્યો છે. તેના 5 બાળકો છે. 60 વર્ષના આ વૃદ્ધ બીજા લગ્ન કરવા માગે છે. બાળકો લગ્ન કરવા માટે મંજૂરી આપે, તેથી તેમના પર દબાણ બનાવવા માટે વૃદ્ધે આ પગલું ઉઠાવ્યું છે. વૃદ્ધ બીજા લગ્નની જિદ કરતા 11 કેવીના વીજળીના થાંભલા પર ચઢી ગયા. વૃદ્ધ પહેલેથી જ દાદા અને નાના બની ગયા છે. એક સ્થાનિક યુવકે જીવ જોખમમાં નાખીને વૃદ્ધને નીચે ઉતારવામાં આવ્યા.

    વૃદ્ધનું કહેવું છે કે જો તેને લગ્ન ન કરવા દિધા તો તે આત્મહત્યા કરી લેશે. વૃદ્ધ થાંભલે ચઢી ગયા હોવાની સુચના જ્યારે ગ્રામવાસીઓ અને ઘરના સભ્યોને થઈ તો આખા ગામમાં હડકંપ મચી ગયો હતો. થાંભલાની પાસે મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા.રાહતની વાત એ રહી કે જે સમયે વૃદ્ધ થાંભલા પર ચઢ્યા હતા તે સમયે હાઈટેન્શન લાઈનના તારમાં કરંટ ન હતો. વૃદ્ધે જીવ આપવા માટે વીજળીના તારને પણ પકડી લીધો પરંતુ ઝાટકો ન લાગ્યો. પરિવારે ઘટનાની સુચના તાત્કાલિક મઢા ભાઉ વીજળી સબ સ્ટેશનને કરી. વીજળી વિભાગ તાત્કાલિક લાઈનનું કનેક્શન કાપી નાખ્યું હતું.

    પરિવાર અને ગ્રામીઓએ વૃદ્ધને ઘણું જ સમજાવ્યા. જે બાદ એક યુવક વૃદ્ધને નીચે ઉતારવા માટે થાંભલા પર ચઢ્યો. ઘણી જ મહેનત કર્યા પછી વૃદ્ધને થાંભલા પરથી નીચે ઉતારવામાં આવ્યા. ત્યારે જઈને વીજળી વિભાગના કર્મચારી તથા ગ્રામીણોએ રાહતનો શ્વાસ લીધો છે.

    આ ઘટના રવિવારની જણાવવામાં આવી રહી છે. વૃદ્ધની પત્નીનું 4 વર્ષ પહેલાં જ નિધન થઈ ગયું હતું. જેમના 5 બાળકો પણ છે. પરિવારમાં ત્રણ છોકરા અને બે છોકરીઓ છે, જેમના લગ્ન થઈ ગયા છે. વૃદ્ધ નાના અને દાદા પણ બની ગયા છે. તેમ છતાં બીજા લગ્નની જિદમાં તેઓ વીજળીના થાંભલા પર ચઢી ગયા. આ અંગેનો વીડિયો મંગળવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મોડી રાત્રે પોલીસે સમગ્ર મામલાની જાણકારી આપી હતી


Download Our B K News Today App



Related News